Get The App

ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ (સીડીએસ) પદની જરુરીયાત શા માટે ઉભી થઇ હતી ?

1999માં પ્રથમ વાર આ પદની ભલામણ કરવામાં આવી હતી

ડિફેન્સમાં સીડીએસ ખૂબજ શકિતશાળી પદ માનવામાં આવે છે.

Updated: Dec 8th, 2021

GS TEAM

Google News
Google News
ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ (સીડીએસ) પદની જરુરીયાત શા માટે ઉભી થઇ હતી ? 1 - image

નવી દિલ્હી, 8 ડિસેમ્બર,2021,બુધવાર 

સ્વ બિપીન રાવતને વર્ષ ૨૦20માં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયૂકત કરવામાં આવ્યા હતા. ભારતના સંરક્ષણ મંત્રાલયમાં ૫ માં વિભાગ તરીકે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) અને સૈન્ય બાબતોના વિભાગને મંજુરી આપવામાં આવી હતી. આર્મીની દ્વષ્ટીએ સીડીએસ એ  ખૂબજ શકિતશાળી પદ માનવામાં આવે છે.  આવા સંજોગોમાં સીડીએસનું હેલિકૉપ્ટર ક્રેશ થવું અનેક સવાલો ઉભા કરે છે. સીડીએસ એક ચાર સ્ટાર જનરલ અધિકારી હોય છે. જે સેનાની ત્રણેય પાંખો (આર્મી, નેવી  અને એર)ની બાબતોમાં સંરક્ષણમંત્રીના ચીફ મિલિટરી એડવાઇઝર તરીકે કામ કરે છે.

 સરકારે આ પદને સેનાની ત્રણેય પાંખો વચ્ચેના સંકલન માટે ઉભું કર્યુ હતું. આ પદ માટે બિપીનસિંહ રાવતને યોગ્ય સમજવામાં આવ્યા હતા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ તેઓ આર્મી ચીફ તરીકે નિવૃત થયા પછી ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સીડીએસ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. સીડીએસનું પદ સંભાળ્યા પછી કોઇ પણ સરકારી પદ પર રહી શકતા નથી. ૧૯૯૯માં કારગિલ વૉર પછી સમીક્ષા દરમિયાન ત્રણેય પાંખો વચ્ચે કોઓર્ડિનેશનની જરુરીયાત જણાઇ હતી. ગુ્પ ઓફ મિનિસ્ટર્સ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે જો તાલમાલથી કામ થયું હોતતો નુકસાન ઘટાડી શકાયું હોત. સીડીએસ પદની વકાલત તો ખૂબ થઇ પરંતુ રાજકિય મતભેદોના પગલે તેનો જે તે સમયે અમલ થઇ શકયો ન હતો. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી તેમણે આ પદ પર નિયુકિતનો અમલ કર્યો હતો.