પાકિસ્તાનના સોઢા રાજપૂત કેમ છે ભારત પર નિર્ભર ?
નવી દિલ્હી, તા. 21 મે 2022 શનિવાર
હુ મજબૂર હતો જ્યારે અંતિમ વીડિયો મારી સામે આવ્યો તો હુ તે સમયે ખૂબ રડ્યો હતો. માત્ર એક અઠવાડિયાના જ વિઝા મળી જાત, તો પણ મારી માતાને તો જોઈ લેતો, પરંતુ હુ જઈ શક્યો નહીં.
આ ઉમરકોટના ગનપત સિંહ સોઢાના શબ્દ છે, જે કેન્સરથી બીમાર પોતાના માતાની મોત પહેલાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા ખૂબ રડવા લાગ્યા.
ગનપત સિંહનો લગભગ સમગ્ર પરિવાર ભારતના રાજસ્થાનમાં રહે છે. જ્યારે તેમને વારસામાં મળેલી જમીન પાકિસ્તાનના ઉમરકોટ વિસ્તારમાં છે. તેઓ હિંદુ રાજપૂતોની જનજાતિ સોઢા સાથે સંબંધ રાખે છે.
પાકિસ્તાનમાં ભારતીય સરહદથી ઉમરકોટ, થારપારકર અને સાંઘાર વિસ્તારોમાં સોઢા હિંદુ રાજપૂતોના હજારો પરિવાર રહે છે. આ સમુદાય પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓના કારણે પોતાના જ કબીલાના બીજા હિંદુઓ સાથે લગ્ન કરી શકતા નથી.
આ કારણ છે કે ભારત વિભાજન બાદથી આ સમુદાયના લોકો પોતાના બાળકો માટે સંબંધની તપાસમાં ભારતના બીજા રાજપૂત જૂથ ની પાસે જાય છે.
ગનપતે ભારતમાં રાજસ્થાનના જોધપુર જિલ્લામાં લગ્ન કર્યા, જ્યાં તેમની પત્ની અને પાંચ બાળકો રહે છે. તેમની માતા અને એક ભાઈ પણ કેટલાક વર્ષ પહેલા ભારતમાં વસી ગયા હતા. ગનપત પોતાના પરિવારના એકમાત્ર સભ્ય છે, જેમણે ઉમરકોટમાં પોતાના પૂર્વજોની જમીનની જવાબદારી સંભાળવાના કારણે પાકિસ્તાન છોડ્યુ નહીં.
2017 માં છેલ્લીવાર પોતાના પરિવારને મળવા ભારત આવ્યા હતા. આ દરમિયાન તેઓ પોતાના એક દિવંગત ભાઈના બાળકો માટે સગા પણ શોધી રહ્યા હતા. આ કામમાં સમય લાગ્યો તો તેમણે જોધપુરમાં ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસથી પોતાના વિઝાનો સમય વધારી લીધો.
બાદમાં પાકિસ્તાન પાછા ફર્યા બાદ જ્યારે તેમણે ફરીથી વિઝા માટે અરજી કરી તો આને ફગાવી દેવાઈ. ગનપત ના જણાવ્યા અનુસાર, જાણકારી પ્રાપ્ત કરવા પર જણાવ્યુ કે નક્કી સમયથી વધારે સમય રોકાવાના કારણે તેમનુ નામ બ્લેકલિસ્ટમાં નાખી દેવાયુ.
ગયા વર્ષે તેમની કેન્સર પીડિત માતાએ ભારતીય અધિકારીઓને માનવીય આધારે તેમના પુત્રને વિઝા આપવા માટે કેટલાક વીડિયોમાં અપીલ કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. તેમની માતાનુ મોત નીપજ્યુ અને ગનપત તેમને મળી શક્યા નહીં.
શક્તિ સિંહ સોઢાની પરેશાની
ઉમરકોટના જ રહેવાસી ડો. શક્તિ સિંહ સોઢા ચાર બહેનોના એકમાત્ર ભાઈ છે. તેમની ચાર બહેનોના લગ્ન રાજસ્થાનના અલગ-અલગ ભાગમાં થઈ છે. જેનાથી તે અને તેમના માતા-પિતા ચાર વર્ષ પહેલા છેલ્લી વાર મળ્યા હતા.
તે સમયે તેમને પણ વિદેશી પ્રાદેશિક નોંધણી કાર્યાલયના કેટલાક મહિનાનો વધારે સમય મળ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે ફરી વિઝા માટે અરજી કરી પરંતુ ભારતીય દૂતાવાસે તેમને વિઝા આપવાનો ઈનકાર કરી દીધો છે. કારણ જણાવ્યુ કે તેઓ પોતાની છેલ્લી મુસાફરી દરમિયાન વિઝાના સમય કરતા વધારે રોકાયા હતા.
ભારતીય દૂતાવાસે ઘણા લોકોને બ્લેકલિસ્ટ કર્યા છે. બ્લેકલિસ્ટ કરવાનુ કારણ નક્કી સમય કરતા વધારે રોકાવાનુ છે. હવે તે જ ઓવરસ્ટે કહી રહ્યા છે જેમણે પોતે છ મહિનાનો વધારે સમય આપ્યો હતો. આખરે કોઈ વિઝા વિના તો રોકાયુ ના હોય ને.
શક્તિની માતા લગ્ન બાદ ભારતમાંથી પાકિસ્તાન આવ્યા હતા. તેઓ શક્તિના લગ્નને લઈને ઘણી ચિંતા કરતા જોવા મળતા હતા. તેમનુ કહેવુ હતુ કે જો વિઝા મળવામાં અમુક વર્ષ લાગી ગયા તો શક્તિ માટે દુલ્હન મળશે નહીં.
સોઢા રાજપૂતને બ્લેક લિસ્ટ કેમ કરવામાં આવ્યા?
સોઢા હિંદુ રાજપૂતોનુ કહેવુ છે કે ભારતના કોઈ ખાસ શહેર માટે 30-40 દિવસના વિઝા તેમના માટે પૂરતા નથી કેમ કે તેમને યોગ્ય જોડીઓ તપાસવા અને લગ્ન માટે વધારે સમય જોઈએ છે.
આ જ કારણ છે કે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ એસકે સિંહે 2007માં સોઢા રાજપૂતોને છ મહિના માટે વિઝા વિસ્તારની પરવાનગી આપી હતી. 10 વર્ષ સુધી એટલે વર્ષ 2017 સુધી આ વિસ્તાર દિલ્હીના બદલે વિદેશી પ્રાદેશિક નોંધણી કાર્યાલય (FRRO) પાસેથી પ્રાપ્ત કરી શકાતુ હતુ.
ગનપત સિંહ અને શક્તિ સિંહ તે લોકોમાં સામેલ છે, જેમણે વિઝાનો સમય ખતમ થયાના અમુક સમય પહેલા જ વધારે સમય પ્રાપ્ત કર્યો હતો.
ભારતમાં ભાજપ સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન 2017માં પાકિસ્તાની સોઢા રાજપૂતોને મળેલી આ સુવિધા ખતમ કરી દેવાઈ છે.
તે વર્ષે ભારતની પોતાની અંતિમ યાત્રા કરનારા પાકિસ્તાની સોઢા રાજપૂતોનો દાવો છે કે સમય વધારે મળ્યા બાદ તેમના ભારતમાં રોકાયા છતાં તેમને ગેરકાયદેસર કરાર આપીને તેમને બ્લેકલિસ્ટ કરી દેવાયા.
ભારતના વિઝા રોકવા માનવીય સમસ્યા છે
પાકિસ્તાન ઈન્ડિયા પીપુલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસીના અનીસ હારૂનના જણાવ્યા અનુસાર સામાન્ય સોઢા રાજપૂતો માટે ભારતીય વિઝાને રોકવા એક માનવીય સમસ્યા છે જેની પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
તેઓ કહે છે, અસલી લડત સરકારની વચ્ચે છે, લોકોની વચ્ચે નથી અને મને લાગે છે કે સંયુક્ત રાષ્ટ્રએ આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં, કેમ કે આ એક માનવીય મુદ્દો છે.
તેમના જણાવ્યા અનુસાર તમે તેની પર પ્રતિબંધ લગાવી શકો નહીં. તમે એક એવી સંસ્થા બની શકો છો, જે સામાન્ય પૂછપરછ કરી લે. એવી વ્યવસ્થા કરવામાં આવી શકે છે. સત્યાપન બાદ તેમને આવવા-જવાની પરવાનગી આપવામાં આવે. મને નથી લાગતુ કે આની પર કોઈને વાંધો હશે.
પાકિસ્તાનમાં રહેનારા સેંકડો સોઢા રાજપૂત પરિવાર વારંવાર ઈનકાર કર્યા છતાં ભારતીય હાઈ કમિશનને આ આશામાં સંપર્ક કરી રહ્યા છે કે તેમની વાત સાંભળવામાં આવે.