Get The App

શા માટે ભાડા કરાર માત્ર 11 મહિનાનો કરવામાં આવે છે, જાણો તેના કારણ

ભાડા કરાર જો 11 મહિનાથી વધુ સમય માટે કરવામાં આવે છે, તો તેની નોંધણી કરાવવી પડશે.

જો 12 મહિના કે તેથી વધુ સમયગાળા માટે કરાર થાય તો તે ભાડુઆતની તરફેણમાં જઈ શકે છે.

Updated: Jan 1st, 2023

GS TEAM

Google News
Google News
શા માટે ભાડા કરાર માત્ર 11 મહિનાનો કરવામાં આવે છે, જાણો તેના કારણ 1 - image

તા. 1 જાન્યુઆરી 2023, રવિવાર

તમે જો મકાન માલિક છો અથવા ભાડુઆત હોવ તો આપ બન્ને માટે ભાડા કરાર બાબતે આ નિયમો જાણવા જરુરી છે. તમે ક્યારેય ઘર કે દુકાન ભાડા પર લીધી હોય તો તમે ભાડા કરાર કરવાની જરુર પડી હશે. મકાનમાલિકો ઘણીવાર ફક્ત 11 મહિના માટે ભાડા કરાર કરતાં હોય છે. પરંતુ આ બાબતે તમે ક્યારેય વિચાર્યું છે કે આ ભાડા કરાર 11 મહિનાનો જ કેમ? શા માટે પુરા એક વર્ષનો નથી કરાવતાં. તો અમે તમને આજે આ નિયમ બાબતે જણાવીશું કે શા માટે 12 મહિના સુધી ભાડા કરાર કરવામાં આવતો નથી. 

ભાડા કરાર એ ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચેનો લેખિત કરાર છે જેમાં સંબંધિત મકાન, ફ્લેટ, રૂમ, વિસ્તાર વગેરે વિગત સાથે ભાડૂઆતને નિશ્ચિત સમયગાળા માટે આપવામાં આવે છે. આ ભાડા કરારમાં ભાડાની વિગતો, મકાનની સ્થિતિ, સરનામું અને એડવાન્સ ભાડાની રકમ તેમજ ખાલી કરવા સંબંધિત નિયમો અને શરતોનો સમાવેશ થાય છે.

શા માટે માત્ર 11 મહિના માટે જ થાયલ છે ભાડા કરાર
આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે અધિનિયમ 1908ની કલમ 17(ડી) રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ જો કોઈ પ્રોપર્ટી 12 મહિના કે તેથી વધુ સમય માટે ભાડે અથવા લીઝ પર આપવામાં આવે છે, તો તેમાં નિયમ મુજબ ભાડા કરાર અથવા લીઝ એગ્રીમેન્ટ રજીસ્ટર કરાવવું પડે છે. આ પેપરવર્કની ઝંઝટ અને તેમાં થતા ખર્ચથી બચવા માટે ભાડા કરાર માત્ર 11 મહિના માટે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે એગ્રીમેન્ટ રજીસ્ટ્રેશનમાં રજીસ્ટ્રેશન ફીની સાથે સ્ટેમ્પ ડ્યુટી પણ વસૂલવામાં આવે છે. જ્યારે 11 મહિનાના ભાડા કરારમાં આવી કોઈ જવાબદારી રહેતી નથી. 

સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય ખર્ચ
જો લીઝ કરારના પાંચ વર્ષ માટેનો હોય તો એટલા જ વર્ષો માટે ભાડાની સરેરાશ રકમ પર 2% ના દરે સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવે છે. જો એગ્રીમેન્ટમાં સિક્યોરિટી ડિપોઝીટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો 100 રૂપિયા વધુ લેવામાં આવશે. બીજી બાજુ જો ભાડા કરાર પાંચ વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછા સમય માટે હોય તો ત્રણ ટકા સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવે છે. તેમજ લીઝ કરાર 10 વર્ષથી વધુ પરંતુ 20 વર્ષથી ઓછા સમયગાળા માટે કરવામાં આવે તો છ ટકા સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવે છે. આ સિવાય તેમા 1,000 રૂપિયાની નોંધણી ફી પણ લેવામાં આવે છે.

ભાડા કરાર કરવાનું મુખ્ય કારણ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીથી બચવાનું છે.
આ સિવાય 11 મહિના માટે ભાડા કરાર કરવાનું મુખ્ય કારણ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીથી બચવાનું છે. કારણ કે જો ભાડા કરાર એક વર્ષથી ઓછા સમયગાળા માટે હોય તો તેના પર ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી. 11 મહિનાનો ભાડા કરાર મકાનમાલિકની તરફેણમાં છે. ભાડા કરારની ફી ભાડૂત દ્વારા ચૂકવવાની રહેશે.

11 મહિનાનો નોટરાઇઝ્ડ ભાડા કરાર કાયદેસર રીતે માન્ય
11 મહિના માટે નોટરાઇઝ્ડ ભાડા કરારનો મુસદ્દો તૈયાર કરવો કાયદેસર રીતે માન્ય છે. જો કોઈ વિવાદ હોય તો આ કરારો પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. આવા ભાડાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રૂ. 100 અથવા રૂ. 200ના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. 

Tags :