હિન્દુઓનું નવુ વર્ષ વિક્રમ સંવત તરીકે કેમ ઓળખાય છે, કયા શાસકના શાસનમાં કરાઈ શરુઆત
9મી સદીમાં કેટલાક ઐતિહાસિક લેખોના અધ્યયન પછી વિક્રમ સંવત બાબતે જાણકારી મળી હતી.
પહેલા તેને કૃત સંવત અથવા માલવા સંવતના નામથી ઓળખવામાં આવે છે.
Image Envato |
તા. 22 માર્ચ 2023, બુધવાર
ચૈત્ર નવરાત્રીની શરુઆતની સાથે હિન્દુઓના નવા વર્ષની શરુઆત થાય છે. તેને વિક્રમ સંવત પણ કહેવામાં આવે છે. આજે વિક્રમ સંવત 2080નો પ્રારંભ થયો છે. તેની શરુઆત 57 ઈ.સા પુર્વે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ કરી હતી. શકોને પરાજિત કર્યા બાદ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ તેની શરુઆત કરી હતી. આ સંવતને નેપાળમાં પણ માન્યતા આપવામાં આવી છે. જે ભારત પછી બીજો હિન્દુ રાષ્ટ્ર દેશ છે. 9મી સદીમાં કેટલાક ઐતિહાસિક લેખોના અધ્યયન પછી વિક્રમ સંવત બાબતે જાણકારી મળી હતી. આ પહેલા તેને કૃત સંવત અથવા માલવા સંવતના નામથી ઓળખવામાં આવે છે.
ચંદ્રગુપ્ત મોર્ય 326 ઈ.સા પુર્વ મુગલ સામ્રાજ્યના શાસનમાં બન્યા હતા જેમા ચાણક્યે તેમને મદદ કરી હતી
કેટલાક લોકો ચંદ્રગુપ્ત મોર્ય અને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના નામને સમજવામાં ભૂલ કરી બેસે છે. જો કે બન્નેમાં અંતર છે. ચંદ્રગુપ્ત મોર્ય 326 ઈ.સા પુર્વ મુગલ સામ્રાજ્યના શાસનમાં બન્યા હતા જેમા ચાણક્યે તેમને મદદ કરી હતી. તો ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ગુપ્ત વંશની ત્રીજી પેઢીના શાસક બન્યા હતા. ગુપ્ત વંશની સ્થાપના ચંદ્રગુપ્તે કરી હતી અને તેના ઉત્તરાધિકારી સમુદ્રગુપ્ત હતા. તેમને ભારતના નેપોલિયન કહેવામાં આવે છે. તેના પછી ચંદ્રગુપ્ત દ્રિતિયના હાથમાં વંશની સત્તા આવી હતી. જેણે વિક્રમાદિત્યની ઉપાધી ધારણ કરી હતી. આ રીતે ચંદ્રગુપ્ત દ્રિતિયનો ઈતિહાસના નામે વિદ્યાર્થી ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના નામે ઓળખવામાં આવે છે.
કેવી રીતે થઈ વિક્રમ સંવતની શરુઆત
તેમણે શકોને પરાજિત કર્યા હતા અને 57 ઈસા પુર્વ આ વિજયના ઉપલક્ષ્યમાં વિક્રમ સંવતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના શાસનકાળમાં મધ્યકાળમાં ભારતનો સ્વર્ણ યુગ કહેવામાં આવે છે. સિંધુ નદીથી લઈ બંગાળ સુધી તેમનુ શાસન હતું.