Get The App

ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા ભાજપને ફરી RSSથી આશા! ઉપરાષ્ટ્રપતિની રેસમાં જુઓ કોનું નામ જોડાયું

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
Vice President Election


Vice President Election : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં હવે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે અને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા ઝડપી કરી છે. પાર્ટીએ સંભવિત દાવેદારો પર ચર્ચા શરૂ કરી છે, જેમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના અને બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના નામ મુખ્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, સિક્કિમના રાજ્યપાલ ઓમ માથુર અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ સંભવિત ઉમેદવારોની યાદીમાં છે.

ભાજપને ફરી RSSથી આશા!

આરએસએસના વિચારક શેષાદ્રી ચારીનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત, બિહાર વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશનું નામ પણ સામે આવ્યું છે. જોકે, ભાજપના નેતાઓએ પહેલેથી જ સંકેત આપ્યો હતો કે આગામી ઉપરાષ્ટ્રપતિ પાર્ટીના હશે અને તેમની વિચારધારા આરએસએસ અને ભાજપ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી હશે.

ધનખડના રાજીનામા બાદ હલચલ વધી

21 જુલાઈએ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપવાથી ચૂંટણીની જરૂરિયાત ઊભી થઈ. જોકે, સૂત્રોનું કહેવું છે કે વાસ્તવિક કારણ તેમના અને કેન્દ્ર સરકાર વચ્ચે વધી રહેલો અવિશ્વાસ હતો. કહેવાય છે કે ધનખડે ઘણા મહત્ત્વના પ્રસંગોએ સરકાર કરતાં અલગ વલણ અપનાવ્યું હતું, ખાસ કરીને જ્યારે જસ્ટિસ યશવંત વર્માના મહાભિયોગના કેસમાં તેમણે સરકારના પક્ષ સાથે સહમતિ દર્શાવી ન હતી.

આ પણ વાંચો: ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 3 બદમાશોએ 24 રાઉન્ડ ગોળીબાર કર્યો

પીએમ મોદી અને નડ્ડા લેશે નિર્ણય

ભાજપનું નેતૃત્વ આવી કોઈ પણ ઘટનાનું પુનરાવર્તન ટાળવા માંગે છે. એનડીએએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર આપ્યો છે. પાર્ટી આવતા અઠવાડિયે ટોચના નેતાઓ અને સહયોગી પક્ષોની મોટી બેઠક બોલાવવાની તૈયારી કરી રહી છે. તમામ એનડીએ સાંસદોને મંગળવારે સંસદીય દળની બેઠકમાં બોલાવવામાં આવ્યા છે. સંસદના ઓડિટોરિયમમાં વડાપ્રધાન મોદી સાંસદોને સંબોધિત કરે તેવી શક્યતા છે.

ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા ભાજપને ફરી RSSથી આશા! ઉપરાષ્ટ્રપતિની રેસમાં જુઓ કોનું નામ જોડાયું 2 - image

Tags :