Get The App

કોણ હતા અજ્જામદ બી. દેવય્યા જે 1965ના યુદ્ધમાં પાકિસ્તાનને ભારે પડ્યા હતા, 'સ્કાય ફોર્સ' ફિલ્મમાં બતાવાશે વીરગાથા

Updated: Jan 14th, 2025

GS TEAM

Google News
Google News
Ajjamada Boppayya Devayya

Ajjamada Boppayya Devayya : ફિલ્મ સ્કાય ફોર્સ જલ્દી જ સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે જેમાં બોલિવુડ સ્ટાર અક્ષર કુમાર મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. વીર પહાડિયા પણ આ ફિલ્મમાં માધ્યમથી હિન્દી સિનેમામાં પ્રવેશ કરી રહ્યો છે. વીર પહાડિયાએ ફિલ્મમાં બહાદુર જવાન અજ્જામદ બોપય્યા દેવય્યાનો રોલ નિભાવી રહ્યા છે. 

કોણ હતા અજ્જામદ બી. દેવય્યા જે 1965ના યુદ્ધમાં પાકિસ્તાનને   ભારે પડ્યા હતા, 'સ્કાય ફોર્સ' ફિલ્મમાં બતાવાશે વીરગાથા 2 - image

સાહસિક પાયલોટની વીરતાની કહાણી 

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સ્ક્વોડ્રન લીડર અજ્જામદ બોપય્યા દેવય્યા પોતાની બહાદુરીથી ઈતિહાસ રચ્યો હતો. 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ વાયુસેનાના ફ્લાઈંગ કોલેજમાં પ્રશિક્ષક હતા અને ટાઈગર્સ સ્ક્વોડ્રનમાં નંબર 1 પર તૈનાત હતા. તેમણે પોતાની બહાદુરીથી મહત્વપૂર્ણ મિશનને અંજામ આપ્યો. 

કોણ હતા અજ્જામદ બી. દેવય્યા જે 1965ના યુદ્ધમાં પાકિસ્તાનને   ભારે પડ્યા હતા, 'સ્કાય ફોર્સ' ફિલ્મમાં બતાવાશે વીરગાથા 3 - image

પાકિસ્તાની સ્ટારફાઇટર તોડી પાડ્યું 

1965ના યુદ્ધમાં પાકિસ્તાની એરબેઝ સરગોધા પર હુમલો કરવાના મિશનમાં પણ દેવય્યા સામેલ હતા. ભારતના Mystère IVa જેટની તુલનામાં પાકિસ્તાની સ્ટારફાઇટર વધુ શક્તિશાળી હતું છતાં દેવય્યાએ શાનદાર વીરતા દાખવી અને દુશ્મનના વિમાનને તોડી પાડ્યું. જોકે બાદમાં તેમનું વિમાન પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું અને પાકિસ્તાનની ધરા પર જ તેઓ શહીદ થયા. 

કોણ હતા અજ્જામદ બી. દેવય્યા જે 1965ના યુદ્ધમાં પાકિસ્તાનને   ભારે પડ્યા હતા, 'સ્કાય ફોર્સ' ફિલ્મમાં બતાવાશે વીરગાથા 4 - image

ઈતિહાસમાં અમર થયા બહાદુર જવાન 

આખરે 23 વર્ષ બાદ 1988માં તેમને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. દેવય્યાની વીરતા અને બલિદાનને દેશ હંમેશા યાદ કરશે. તેમની બહાદુરીની કહાની હવે 'સ્કાય ફોર્સ' ફિલ્મના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

કોણ હતા અજ્જામદ બી. દેવય્યા જે 1965ના યુદ્ધમાં પાકિસ્તાનને   ભારે પડ્યા હતા, 'સ્કાય ફોર્સ' ફિલ્મમાં બતાવાશે વીરગાથા 5 - image