Get The App

જાણો કોણ છે નીમ કરોલી બાબા? વિરાટ કોહલી, માર્ક ઝુકરબર્ગ સહિત વિશ્વભરના સેલિબ્રિટી જેમના આશીર્વાદ મેળવી ચૂક્યા છે

Updated: Jan 13th, 2023

GS TEAM

Google News
Google News
જાણો કોણ છે નીમ કરોલી બાબા? વિરાટ કોહલી, માર્ક ઝુકરબર્ગ સહિત વિશ્વભરના સેલિબ્રિટી જેમના આશીર્વાદ મેળવી ચૂક્યા છે 1 - image


નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2023 શુક્રવાર

નીમ કરોલી બાબાના વિશ્વભરમાં ફોલોઅર્સ છે. નીમ કરોલી બાબાને નીબ કરૌરી બાબાના નામથી પણ ઓળખવામાં આવે છે. નીમ કરોલી બાબા એક હિંદુ ધર્મગુરુ છે. નીમ કરોલી બાબાને તેમના અનુયાયી મહારાજજી કહીને પણ સંબોધિત કરે છે. નીમ કરોલી બાબા બજરંગ બલીના ભક્ત હતા. નીમ કરોલી બાબાને ભક્તિ યોગથી ભગવાનની ઉપાસના કરનારા ગણાવાય છે. નીમ કરોલી બાબાએ હંમેશા બીજાની સેવા કરવાની વાત પર જોર આપ્યુ. 

નીમ કરોલી બાબા કોણ છે?

રિપોર્ટ અનુસાર નીમ કરોલી બાબાનો જન્મ લક્ષ્મણ નારાયણ શર્માના ઘરે થયો હતો. નાની ઉંમરે જ તેમણે પોતાનું ઘર છોડી દીધુ હતુ અને સંત બની ગયા હતા. જોકે પોતાના પિતાના સમજાવ્યા બાદ તેઓ ઘરે પરત આવ્યા હતા. વર્ષ 1958માં તેમણે ફરીથી ઘર છોડી દીધુ. જે બાદ તેઓ નીમ કરોલી ગામ પહોંચ્યા. આ રીતે ભટકતા સાધુ તરીકે તેમના જીવનની યાત્રા શરૂ થઈ. બાદમાં નીમ કરોલી બાબાએ નીમ કરોલીમાં એક આશ્રમ અને હનુમાન જી નું મંદિર પણ બનાવ્યુ.

જાણો કોણ છે નીમ કરોલી બાબા? વિરાટ કોહલી, માર્ક ઝુકરબર્ગ સહિત વિશ્વભરના સેલિબ્રિટી જેમના આશીર્વાદ મેળવી ચૂક્યા છે 2 - image

નીમ કરોલી બાબા ક્યારે પ્રખ્યાત થયા ?

નીમ કરોલી બાબા 1960 અને 70ના દાયકામાં ત્યારે વધુ ફેમસ થઈ ગયા જ્યારે કોઈ અમેરિકી ભારત આવ્યા અને નીમ કરોલી બાબાના દર્શન માટે પહોંચ્યા. બાબા નીમ કરોલીનું અવસાન 11 ડિસેમ્બર 1973એ થયુ હતુ. 

સેલિબ્રિટી પણ બાબાના આશ્રમ પહોંચી ચૂક્યા છે

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પોતાની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની સાથે તાજેતરમાં જ નીમ કરોલી બાબા આશ્રમ પહોંચ્યા હતા. અગાઉ ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ અને અમેરિકી બિઝનેસમેન સ્ટીવ જોબ્સ પણ નીમ કરોલી બાબાના આશ્રમ આવી ચૂક્યા છે.

વર્ષ 2015માં માર્ક ઝુકરબર્ગ નીમ કરોલી બાબાના દર્શન માટે આવ્યા હતા જ્યારે ફેસબુક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યુ હતુ. બાદમાં દાવો કરવામાં આવ્યો કે એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સે ઝુકરબર્ગને નીમ કરોલી બાબાના આશ્રમ જવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકન એક્ટ્રેસ જૂલિયા રોબર્ટ્સે પણ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તે નીમ કરોલી બાબાથી ખૂબ પ્રભાવિત છે.

Tags :