Get The App

જાણો, કેટલી હોય છે IAS-IPSની સેલેરી, કોણ હોય છે વધારે પાવરફુલ

Updated: Oct 26th, 2019

GS TEAM


Google News
Google News
જાણો, કેટલી હોય છે IAS-IPSની સેલેરી, કોણ હોય છે વધારે પાવરફુલ 1 - image
નવી દિલ્હી, તા. 26 ઓક્ટોબર 2019, શનિવાર

યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)ની પરિક્ષા સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. મોટી સંખ્યામાં યુવાનો આ પરિક્ષા આપે છે અને IAS કે IPS બનવાનું સ્વપ્ન જુએ છે. પરંતુ આ બંન્ને પદમાં કયું પદ વધારા પાવરફુલ હોય છે?

IAS એટલે કે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જેના દ્વારા તમે બ્યૂરોક્રેસીમાં એન્ટ્રી કરો છો. IASમાં પસંદ કરાયેલા ઉમેદવારો જુદાં-જુદાં મંત્રાલયો-વિભાગો કે જિલ્લાના કલેક્ટર હોય છે. IAS ઓફિસર ભારતીય નોકરશાહીના સૌથી મોટા પદ કેબિનેટ સેક્રેટરી સુધી પણ જઈ શકે છે.

જ્યારે IPS દ્વારા પોલીસ મહેકમના ઓફિસરોમાં સામેલ થવાય છે. તેમાં ટ્રેઈની IPSથી DGP કે ઈન્ટેલિજંસ બ્યૂરો, CBI ચીફના પદ સુધી પહોંચી શકાય છે. IASનો કોઈ ડ્રેસ કોડ હોતો નથી તેઓ હંમેશઆ ફોર્મલ ડ્રેસમાં હોય છે અને IPS ફરજ દરમિયાન વર્દી પહેરે છે.

IAS અને IPS બંન્ને સેવાઓની જોબ પ્રોફાઈલ સર્વોચ્ચ હોય છે અને બંન્ને ખૂબ શક્તિશાળી પદ છે. પરંતુ IAS ડીએમ તરીકે વધારે શક્તિશાળી હોય છે જ્યારે એક IPS પાસે માત્ર પોતાના વિભાગની જવાબદારી હોય છે. ડિસ્ટ્રિ્ક્ટ મેજિસ્ટ્રેટ તરીકે IAS અધિકારી પોલીસ વિભાગની સાથે સાથે અન્ય વિભાગોના પણ વડા હોય છે.

જ્યારે સેલેરીની વાત કરવામાં આવે તો IASની સેલેરી IPS કરતા વધારે હોય છે. સાતમાં પગારપંચની વાત કરીએ તો એક IAS અધિકારીની સેલેરી 56,100થી 2.5 લાખ રૂપિયા પ્રતિ માસ હોય છે. આ સાથે જ તેમને ઘણી સુવિધાઓ પણ આપવામાં આવે છે. તેમજ IPSની સેલેરી 56,100થી 225,000 પ્રતિ માસ સુધી હોય છે. એક ક્ષેત્રમાં IAS એક જ હોય શકે છે જ્યારે IPS એકથી વધારે હોય શકે છે.
Tags :