Get The App

પરણિત મહિલાને માતા પિતા દ્વારા અપાતું સ્ત્રીધન કોનું ? રસપ્રદ ચુકાદો

પિતા પાસે પોતાની પુત્રીના સ્ત્રીધનને પાછું માંગવાનો કોઈ જ અધિકાર નથી.

સાસરિયાવાળાઓ વિરુદ્ધ સ્ત્રીધન પાછું મેળવવા માટે એફઆઇઆર થઈ હતી

Updated: Aug 30th, 2024

GS TEAM

Google News
Google News
પરણિત મહિલાને માતા પિતા દ્વારા અપાતું સ્ત્રીધન કોનું ? રસપ્રદ ચુકાદો 1 - image


નવી દિલ્હી,૩૦ ઓગસ્ટ,૨૦૨૪,શુક્રવાર 

લગ્ન સમયે માતા પિતા દ્વારા સોનાના આભૂષણો તેમજ અન્ય સામાન ભેટમાં આપવામાં આવે છે. જયારે લગ્ન વિચ્છેદ થાય ત્યારે સ્ત્રીધન તરીકે ઓળખાતી આ વસ્તુઓ કોની એ અંગે સર્વોચ્ચ અદાલતમાં ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે એક મહિલા જ પોતાના સ્ત્રીધનની એક માત્ર માલિક છે. છૂટાછેડા પછી મહિલાના પિતાને પૂર્વ સાસરિયાવાળાઓ પાસેથી આ ઉપહાર પાછા માંગવાનો કોઈ જ અધિકાર નથી. 

પી વીરભદ્રરાવની પુત્રીના લગ્ન ડિસેમ્બર ૧૯૯૯માં થયો હતો. લગ્ન પછી પતિ અને પત્ની અમેરિકા જતાં રહ્યા હતા. લગ્નના ૧૬ વર્ષ પછી પત્નીએ છૂટાછેડાની અરજી આપી હતી. મિસોરીમાં લુઇસ કાઉન્ટી સર્કિટ કોર્ટમાં ફેબ્રુઆરી ૨૦૧૬માં પરસ્પરની સમજણથી લગ્ન વિચ્છેદ કર્યા હતા.

સંપત્તિ અને આર્થિક બાબતો અંગે એક જુદી જ સમજૂતી કરવામાં આવી હતી. આ મહિલાએ છૂટાછેડા પછી ૨૦૧૮માં ફરી લગ્ન કર્યા હતા. ત્રણ વર્ષ પછી પી વીરભદ્રરાવે હૈદરાબાદમાં પોતાની પુત્રીના પૂર્વ સાસરિયાવાળાઓ વિરુદ્ધ સ્ત્રીધન પાછું મેળવવા માટે એફઆઇઆર નોંધાવી હતી. 

મહિલાના સાસરિયાવાળાઓએ તેલંગાણા અદાલતમાં એફઆઇઆર રદ કરવાની માંગણી કરી હતી જેમાં સફળતા મળી ન હતી. છેવટે સુપ્રિમમાં કેસ ચાલતાં પિતા પાસે પોતાની પુત્રીના સ્ત્રીધનને પાછું માંગવાનો કોઈ જ અધિકાર નથી. મહિલાનો તેના સ્ત્રીધન પર પૂરેપૂરો અધિકાર છે. પુત્રી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેનો પૂરેપૂરો અધિકાર છે.

Tags :