Get The App

ભારતનો આ ભિખારી મહિને રૂ.75000 કમાય છે, 7.5 કરોડની સંપત્તિ

7.5 કરોડનું નેટવર્થ, દર મહિને 75000 રુપિયાની કમાણી

ભરત જૈન માટે ભીખ માંગવી કોઈ મજબુરી નથી પરંતુ તેના માટે એક મોટો બિઝનેસ છે

Updated: Jul 7th, 2023

GS TEAM

Google News
Google News
ભારતનો આ ભિખારી મહિને રૂ.75000 કમાય છે, 7.5 કરોડની સંપત્તિ 1 - image
Image Twitter & Envato

તા. 7 જુલાઈ 2023, શુક્રવાર

ભીખ માંગવી એ દુનિયાનો સૌથી શરમજનક અને હલકી ગુણવત્તાનો વ્યવસાય માનવામાં આવે છે. જેમા કોઈ મજબુરીથી અથવા તો કોઈ વ્યવસાચ માટે ભીખ માંગતા હોય છે. આપણે સૌ ભીખારીને તુચ્છ નજરથી જોતા હોઈએ છીએ. પરંતુ તમને કોઈ એવુ કહે કે તમારી સામે ઉભેલો આ ભીખારી કરોડપતિ છે તો તમે શું વિચારશો? હા, આજે આજે તમને અમે એવા ભીખારી સાથે મળવા  જઈ રહ્યા છે કે મુંબઈના રસ્તાઓમાં ભીખ માંગે છે. આ ભીખારી છે ભરત જૈન. 

ભરત જૈન માટે ભીખ માંગવી કોઈ મજબુરી નથી પરંતુ તેના માટે એક મોટો બિઝનેસ છે

આપણે સૌ ભીખારી માટે એવું વિચારતા હોઈએ છીએ કે ભીખારી એટલે ગરીબ, રોજ એક ટાઈમનું માંડ જમવાનું મળે, આર્થિક રીતે અક્ષમ હોય, ગંદા અને ફાટેલા કપડાં પહેરેલા હોય અને તેના વાળ બરાબર ન હોય, કેટલાય દિવસોથી નાહ્યો પણ ન હોય એવા ભીખારી જોયા હોય છે. અને આવો જ આ શખ્સ છે ભરત જૈન કે જેનુ નેટવર્થ એટલું મોટુ છે કે દિલ્હી જેવા શહેરના પોશ વિસ્તારમાં  5-6  ફ્લેટ આરામથી ખરીદી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભરત જૈન માટે ભીખ માંગવી કોઈ મજબુરી નથી પરંતુ તેના માટે એક ધંધો - મોટો બિઝનેસ છે. જેને તેણે એક અલગ જ લેવલ પર પહોચાડ્યો છે. 

7.5 કરોડનું નેટવર્થ, દર મહિને 75000 રુપિયાની કમાણી

ગરીબ પરિવારમાં જન્મેલા ભરત જૈનની આર્થિક હાલત ખરાબ હોવાથી તેણે ભીખ માંગવાનું શરુ કર્યુ. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ પાસે તેણે  ભીખ માંગવાનું શરુ કર્યુ. આ રીતે રોજ ભીખમાં મળતા રુપિયાથી કરોડપતિ બની ગયો છે. આજે તે આશરે 7.5 કરોડ રુપિયાની સંપત્તિનો માલિક છે. એક રિપોર્ટ પ્રમાણે તે દર મહિને 60 થી 75 હજાર આ રીતે ભીખ માંગી કમાઈ લે છે. અને તેમા તે રોજ 10 થી 12 કલાક ભીખ માંગે છે.