ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની?
Khan Sir's Wife Is Trending In Google: પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી દરમિયાન પાકિસ્તાનની નીતિઓ પર કટાક્ષ કરનારા ખાન સરના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા હતાં. આ ખાન સર હવે ફરી એકવાર ગુગલ પર ટ્રેન્ડિંગમાં છે. આ વખતે તેમની પર્સનલ લાઈફના લીધે તેઓ ચર્ચામાં આવ્યા છે.
આ વીડિયોથી ચર્ચામાં આવ્યા ખાન સર
પટનાના ચર્ચિત શિક્ષક ખાન સરના એક વીડિયોથી તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. જેમાં તે પોતાના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પોતાના લગ્ન વિશેના શુભ સમાચાર આપતાં જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે, હવે હું સિંગલ નથી. આ યુદ્ધ દરમિયાન મારા લગ્ન થઈ ચૂક્યા છે. હવે હું તમારા માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યો છું. સૌથી પહેલાં મેં તમારી સાથે આ વાત શેર કરી છે. કારણકે, મારૂ અસ્તિત્વ તમારા લોકોથી છે. હું ભોજનનું વિચારી રહ્યો છું. 6 જૂન માટે, બરાબર છે ને? 6 જૂન આસપાસ.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં
આ જાહેરાત બાદ ખાન સર સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. વિદ્યાર્થીઓ અને ચાહકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. Xથી માંડી ઈન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ સુધી તમામ પ્લેટફોર્મ પર તેમના લગ્નના વીડિયો અને તેમની પત્ની વિશે ચર્ચા થઈ રહી છે. તેની અસર ગુગલ પર પણ જોવા મળી છે. લોગો ગુગલમાં ખાન સરની પત્ની વિશે સર્ચ કરી રહ્યા છે. મોટાભાગના લોકો જાણવા માગે છે કે, ખાન સરે કોની સાથે લગ્ન કર્યા છે. ઘણા લોકો ખાન સરની પત્નીની તસ્વીર શોધી રહ્યા છે.
કોણ છે ખાન સરની દુલ્હન?
મીડિયા રિપોર્ટ અનુસાર, ખાન સરે 7 મેના રોજ એ.એસ. ખાન નામની યુવતી સાથે લગ્ન કર્યા હતાં. તે પણ બિહારમાંથી છે. તેમના લગ્ન અંગત લોકોની હાજરીમાં થયા હતાં. નજીકના મહેમાનો અને સગાસંબંધીની હાજરીમાં ખાન સરે લગ્ન કર્યા હતાં. છેક હવે તેમણે તેમના વિદ્યાર્થીઓને પોતાના લગ્ન વિશેની વાત જણાવી હતી. તેમજ તેમના માટે જમણવારની વ્યવસ્થા કરી રહ્યા હોવાનું પણ કહ્યું હતું.