ભારતમાં માથા દીઠ માત્ર 28 વૃક્ષો, જાણો બીજા દેશોની સ્થિતિ
નવી દિલ્હી, તા. 11. સપ્ટેમ્બર, 2019 બુધવાર
જો પ્રતિ વ્યક્તિ કેટલા વૃક્ષ છે તેવી ગણતરી કરવામાં આવે તો ગ્લોબલ લિસ્ટમાં ભારત બહુ નીચે છે.તેની સામે વધતી જતી વસતીના કારણે વૃક્ષો કાપવાનુ ભારતમાં સતત ચાલુ જ છે.
વૈશ્વિક સ્તરે પણ આ જ સ્થિતિ છે.એમેઝોન જંગલો આગની લપેટમાં છે અ્ને સાથે સાથે ખેતી લાયક જમીન માટે પણ તેને સાફ કરવામાં આવી રહ્યા છે.આમ છતા મોટાભાગના દેશો જંગલો બચાવવા માટેના પ્રયાસો ગંભીરતાથી લઈ રહ્યા નથી.
ભારતની વાત કરવામાં આવે તો એક ગણતરી પ્રમાણે ભારતમાં 3518 કરોડ વૃક્ષો છે.ક્ષેત્રફળની રીતે પ્રતિ ચોરસ કિમીમાં 11109 વૃક્ષો ઉગેલા છે.જો વાત માથાદીઠ વૃક્ષોની હોય તો ભારતમાં પ્રતિ વ્યક્તિ માત્ર 28 વૃક્ષો છે.
151 દેશોના તૈયાર કરાયેલા રેન્કિંગમાં આ ત્રણે ધારાધોરણો પર ભારતનો રેન્ક અનુક્રમે 17, 103 અને 125મો છે.મતલબ કે વૃક્ષોની માથાદીઠ સંખ્યાના મામલે વિશ્વમાં ભારત 125મા સ્થાને છે.
ભારતના પાડોશીઓની વાત કરવામાં આવે તો
- ચીનમા માથાદીઠ 130 વૃક્ષો સાથે ગ્લોબલ રેન્ક 94 છે
- શ્રીલંકા માથાદીઠ 97વૃક્ષો સાથે વિશ્વામાં 118મા સ્થાને છે
- બાંગ્લાદેશ માથાદીઠ 6 વૃક્ષો સાથે વિશ્વમાં 137મા સ્થાને છે
- પાકિસ્તાન માથાદીઠ 5 વૃક્ષો સાથે વિશ્વામાં 138મા સ્થાને છે
દુનિયામાં સૌથી વધારે માથાદીઠ વૃક્ષો રશિયામાં છે.જાણો ટોપ પાંચ દેશમાં વૃક્ષોની કુલ સંખ્યા
- રશિયા 69834 કરોડ
- કેનેડા 36120 કરોડ
- બ્રાઝિલ 33816 કરોડ
- અમેરિકા 22286 કરોડ
- ચાઈના 17753 કરોડ
સૌથી ખરાબ સ્થિતિ ગલ્ફ કન્ટ્રીઝની છે. જ્યાં પ્રતિ વ્યક્તિ એક વૃક્ષ પણ નથી.
આ રેન્કિંગમાં એક લાખથી ઓછી વસ્તીવાળા અને 10000 ચોરસ કિમીથી ઓછો વિસ્તાર ધરાવતા દેશોના સામેલ કરાયા નહોતા.