Get The App

1947માં દેશ આઝાદ થયો ત્યારે1 રૂપિયા બરાબર એક ડોલર ભાવ હતો

- 1952માં 4.75 રૂપિયામાં એક ડોલર મળતો હતો: વર્ષ 2012માં રૂપિયો 7.43 જેટલો ગગડતા ભાવ 53.34 થયો હતો

Updated: Sep 12th, 2018

GS TEAM

Google News
Google News
1947માં દેશ આઝાદ થયો ત્યારે1 રૂપિયા બરાબર એક ડોલર ભાવ હતો 1 - image

તા.12 સપ્ટેમ્બર 2018, બુધવાર

ભારતનો રૂપિયો અમેરિકાના ડોલર સામે સતત તૂટતો જાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત દેશ આઝાદ થયો ત્યારે રૂપિયા અને અમેરિકાના ડોલરનો ભાવ એક સરખો હતો. આઝાદી પછી જેમ વર્ષો વિતતા ગયા તેમ ડોલર સામે રુપિયો સતત નબળો પડતો રહયો છે.

૧૯૫૨માં ૪.૭૫ રૂપિયામાં ૧ ડોલર મળતો હતો. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું અવસાન થયું ત્યારે રૂપિયા અને ડોલર વચ્ચેનો તફાવત ૬ જેટલો હતો. ૧૯૬૬માં ૭.૧૦ રુપિયા બરાબર ૧ ડોલર મળતો હતો. ત્યાર પછીના ૮ વર્ષ સુધી ડોલર સામે રૂપિયાનો ભાવ સ્થિર રહેતા ૧૯૭૩ સુધીમાં માત્ર ૬૬ પૈસા ગગડયો હતો.

૧૯૭૪માં ૧ ડોલર સામે રુપિયો ૮ની સપાટીએ પહોંચ્યો હતો. ૧૯૭૬માં ૧ ડોલર સામે રુપિયાનો ૮.૯૭ ભાવ એ સમયે ઐતિહાસિક ઉંચો ગણાતો હતો. ૧૯૭૯માં ડોલર સામે ૮.૧૬ રૂપિયાનો ભાવ ૧૯૮૦માં સુધરીને  ૭.૮૯ થયો હતો. જો કે  એ સમયે રુપિયાનું મૂલ્ય ઘટયા પછી  સુધર્યુ હોય એવું જવલ્લે જ જોવા મળ્યું હતું.

૧૯૮૩માં રૂપિયાએ ડોલર સામે ઘસાવાની રફતાર પકડીને ૧ ડોલર સામે ૧૦ના અંકમાં પ્રવેશ કર્યો હતો. ૧૯૯૦માં ૧૭.૫૦ રુપિયા બરાબર ૧ ડોલર ભાવ થયો હતો. આર્થિક ઉદારીકરણનું વર્ષ ગણાતા ૧૯૯૧માં ૧ ડોલરની કિંમત ૨૨.૭૨ રુપિયા થઇ હતી.આર્થિક ઉદારીકરણના ૧૦ વર્ષમાં ચડાવ ઉતાર સાથે રુપિયા સામે ડોલર મજબૂત થતો રહયો હતો. 

૨૦૦૧માં  ૧ ડોલરનો ભાવ ૪૭.૨૩ રૂપિયા થયો હતો. ૨૦૦૫ ડોલર સામે રુપિયાનો ભાવ સારો એવો સુધરીને ૪૪.૦૧ થયો હતો. ૨૦૦૭માં તો રુપિયાએ ડોલરની સરખામણીમાં મજબૂત થઇને ૪૧.૨૦ની સપાટી પાછી મેળવી હતી. ૨૦૧૧ના વર્ષ સુધી ભારતીય રૂપિયાએ ૪૬.૬૧ની સપાટી જાળવી રાખીને ડોલર સામે કઇંક  સ્થિર દેખાવ કર્યો હતો.

વર્ષ ૨૦૧૨ના અંતમાં રૂપિયો સૌથી વધુ ૭.૪૩ જેટલો ગગડતા ડોલર અને રૂપિયા વચ્ચેના ભાવનો તફાવત ૫૩.૩૪ થયો હતો. આંતરરાષ્ટ્રીય ચલણમાં યુ.એસ ડોલરના વધતા જતા મૂલ્યના કારણે ૨૦૧૪માં રૂપિયાએ ૬૧ની સપાટી કુદાવી હતી. ૨૦૧૪ અને ૨૦૧૮ના ગાળામાં  ડોલર સામે ૧૧ રુપિયા તૂટવાથી ૭૨ની સપાટીએ પહોંચ્યો છે.

૧ ડોલર વર્સિસ ૧ રૂપિયો  

વર્ષ

   રૂપિયાનો ભાવ

૧૯૪૭

    ૦૧

૧૯૫૨

    ૪.૭૫

૧૯૬૬

    ૭.૧૦

૧૯૭૩

   ૭.૬૬

૧૯૭૪

    ૮.૦૩

૧૯૭૫

    ૮.૪૧

૧૯૭૬

    ૮.૯૭

૧૯૭૯

    ૮.૧૬

૧૯૮૦

    ૭.૮૯

૧૯૮૩

    ૧૦.૧૧

૧૯૮૮

    ૧૩.૯૧

૧૯૯૦

   ૧૭.૫૦ 

૧૯૯૧

    ૨૨.૭૨

૧૯૯૩

    ૨૮.૧૪

૧૯૯૪    

૩૧.૩૯

૧૯૯૬

    ૩૫.૫૨

૧૯૯૮

    ૪૧.૩૩

૨૦૦૦

    ૪૫.૦૦

૨૦૦૧

    ૪૭.૨૩

૨૦૦૨

    ૪૮.૬૩ 

૨૦૦૭

     ૪૧.૨૦   

૨૦૧૨

    ૫૩.૩૪

૨૦૧૪

     ૬૧.૬૦

૨૦૧૮

     ૭૨.૫૬  

Tags :