55 વર્ષની ઉંમરે મહાત્મા ગાંધીને એક પરણિત મહિલા સાથે પ્રેમ થયો હતો
- સી રાજગોપાલચારીને પત્ર લખીને કર્યો હતો પ્રેમનો ઇઝહાર
- મહાત્મા ગાંધી વર્ષ 1915માં દક્ષિણ આફ્રીકાથી લગભગ 20 વર્ષ બાદ ભારત આવ્યા હતા
અમદાવાદ, તા. 01 નવેમ્બર 2017, બુધવાર
મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો'ને દુનિયાની સૌથી મુખ્ય આત્મકથાઓમાંથી એક માનવામાં આવે છે પરંતુ તેના જીવનનું એક પાસુ એવું પણ છે જેનો ઉલ્લેખ તેમણે પોતાની આત્મકથામાં કર્યો નથી. મહાત્મા ગાંધીએ એક અમેરિકાના એક્ટિવિસ્ટ માર્ગ્રેટ સૈંગરને આત્મકથામાં આ પ્રસંગનો ઉલ્લેખ ન કરવા વિશે સ્પષ્ટતા કરતા તેને ખૂબ જ અંગત મામલો હોવાનું કહ્યુ હતું.
2 ઑક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં જન્મ્યા મોહનદાસ કરમચંદ ગાંધીના લગભગ 13 વર્ષની ઉંમરમાં તેમનાથી છ મહિના મોટા કસ્તૂરબા સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નના ત્રણ દાયકા બાદ મહાત્માને એક બીજી મહિલા સરલાદેવી ચૌધરાની સાથે પ્રેમ થયો હતો. સરલા પહેલાથી જ પરણિત હતા. તે સમયે મહાત્માની ઉંમર 55 વર્ષ અને સરલાની ઉંમર 47 વર્ષ હતી. એવું નથી કે ગાંધીજીએ પોતાના પ્રેમ વિશેની વાત છુપાઇ છે. તે સમય સુધી ગાંધીજી કોંગ્રેસમાં સર્વપ્રમુખ નેતા ન હતા. પરંતુ એક પરણિત મહિલા સાથે તેમની ભાવનાત્મક રિલેશન ચર્ચાનો વિષય રહ્યો હતો.
પોતે મહાત્માએ સી રાજાગોપાલચારીને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે 'મને પ્રેમ થઇ ગયો છે.' રાજાગોપાલચારીને ગાંધીજીની આત્મસ્વીકૃતિથી ઝાટકો લાગ્યો. રાજાગોપાલચારીએ ગાંધીજીને કડક શબ્દોમાં પત્ર લખીને કસ્તૂરબા ગાંધીને સવારનો સૂરજ અને સરલાદેવી ચોધરીને કેરોસિન લેમ્પ દર્શાવ્યો હતો. સરલાદેવી રવિન્દ્રનાથ ટાગોરની ભત્રીજી હતા. તેઓ રવિન્દ્રનાથ ટાગોરના બહેનની દિકરી હતા. સરલાદેવીના લગ્ન રામ ભજ દત્ત ચૌધરી સાથે થયા હતા.
સરલા માત્ર ભાવાત્મક જ નહીં પરંતુ રાજકીય રીતે પણ ગાંધીજી સાથે સંકળાયેલા હતા. સરલાએ ગાંધીજી સાથે પંજાબ, બનારસ, અમદાવાદ, બૉમ્બે, બરેલી, ઝેલમ, સિંહગઢ, હૈદરાબાદ, ઝાંસી અને કોલકત્તા જેવા કેટલાય શહેરોની મુલાકાત લીધી હતી. માનવામાં આવે છે કે સરલાદેવીના કહેવા પર ગાંધીજીએ જવાહરલાલ નહેરૂને ઇન્દિરાના લગ્ન સરલાદેવીના દિકરા દીપક સાથે કરાવવાની સલાહ આપી હતી. જો કે નેહરૂએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.