India

ક્યારે અને ક્યાં લેન્ડફોલ કરશે 'મોનથા' વાવાઝોડું? ત્રણ રાજ્યો પર સંકટ, ભારે વરસાદની આગાહી

By GS TEAM
26 Oct 20252 mins read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લૉ પ્રેશરને કારણે ચક્રવાતી વાવાઝોડું 'મોનથા' પૂર્વી કિનારા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ આ ત્રણેય રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાંથી પરત આવી જવા અને દરિયા કિનારાથી દૂર રહેવા ચેતવણી આપી છે. આ વાવાઝોડાની અસર 30 ઓક્ટોબર સુધી રહેશે. ઉપરોક્ત ત્રણ રાજ્યોમાં જ નહીં, પરંતુ તમામ દરિયાકાંઠાના રાજ્યોમાં પણ વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્યારે અને ક્યાં લેન્ડફોલ કરશે 'મોનથા' વાવાઝોડું? ત્રણ રાજ્યો પર સંકટ, ભારે વરસાદની આગાહી

Cyclone Montha Landfall Update:  બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લૉ પ્રેશરને કારણે ચક્રવાતી વાવાઝોડું 'મોનથા' પૂર્વી કિનારા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ આ ત્રણેય રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાંથી પરત આવી જવા અને દરિયા કિનારાથી દૂર રહેવા ચેતવણી આપી છે. આ વાવાઝોડાની અસર 30 ઓક્ટોબર સુધી રહેશે. ઉપરોક્ત ત્રણ રાજ્યોમાં જ નહીં, પરંતુ તમામ દરિયાકાંઠાના રાજ્યોમાં પણ વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ પણ વાંચો : GSTમાં ઘટાડાના કારણે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને તહેવારોની રોનક વધી: PM મોદી

વાવાઝોડાની વર્તમાન સ્થિતિ

તમને જણાવી દઈએ કે, 25 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં લો-પ્રેશર એક્ટિવ થયું હતું, જે 26 ઓક્ટોબરે ઊંડા ડિપ્રેશનમાં પરિણમ્યું હતું અને 27 ઓક્ટોબરની સવારે ચક્રવાતી વાવાઝોડુ આગળ વધશે. 28 ઓક્ટોબરની સવાર સુધીમાં વાવાઝોડા તેની તીવ્રતા ચરમસીમા પર હશે અને સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના દરિયા કિનારે કાકીનાડા નજીક લેન્ડફોલ કરશે, જેના કારણે ભારે વરસાદ અને 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તેમજ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

28 ઓક્ટો. આંધ્રપ્રદેશના દરિયા કિનારે કાકીનાડા નજીક લેન્ડફોલ થશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 25 ઓક્ટોબરની સાંજે આ વાવાઝોડું વિશાખાપટ્ટનમથી 420 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતું અને પછી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું.  વાવાઝોડાની અસરને કારણે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અહીંથી, વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ વળશે અને આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરશે.

આ પણ વાંચો : ઋષિકેશ-હરિદ્વાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો, ઉત્તરાખંડમાં બહારના વાહનોની એન્ટ્રી પર લાગશે 'ગ્રીન સેસ'

આ રાજ્યોમાં રહેશે વાવાઝોડાની અસર 

વાવાઝોડાથી 20 થી 30 સેન્ટિમીટર ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. જેના કારણે શ્રીકાકુલમ, વિજયનગરમ, કાકીનાડા અને આંધ્રપ્રદેશના અન્ય ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે પવન ફૂંકાશે અને પૂર આવવાનું  જોખમ પણ રહેલું છે. રાજ્યના મુખ્ય સચિવે હાઇ એલર્ટ જારી કર્યું છે અને  ચક્રવાતી આશ્રયસ્થાનો તૈયાર કર્યા છે. આ ઉપરાંત પાણી, દૂધ અને શાકભાજીનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે, અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રવાસીઓને પણ દરિયા કિનારાની મુલાકાત ન  લેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે ઓડિશામાં આપત્તિ વ્યવસ્થાપન  ટીમ એલર્ટ પર છે, અને હાલમાં તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.