એક દિવસ માટે ભારતની રાજધાની બની ગયું હતું આ શહેર, કારણ છે રસપ્રદ
-Freepik
નવી દિલ્હી,તા. 14 સપ્ટેમ્બર 2023, ગુરુવાર
ભારતમાં એક એવું શહેર છે જે એક દિવસ માટે ભારતની રાજધાની રહી ચૂક્યુ છે. હવે તમે વિચારતા હશો કે આ ક્યારે, કેવી રીતે અને ક્યાં બન્યુ? તો તમારા સવાલોના જવાબો આપી દઇએ.
અલ્હાબાદનો ઇતિહાસ
અલ્હાબાદનું સંગમ શહેર, જે હવે પ્રયાગરાજ તરીકે ઓળખાય છે. ઈતિહાસ મુજબ મુઘલ શાસક અકબરે આ શહેરનું નામ અલ્હાબાદ રાખ્યું હતું. અલ્હાબાદનો અર્થ 'અલ્લાહનું શહેર' છે. જે સમય જતાં અલ્હાબાદ બન્યું હતુ.
વર્તમાનમાં અલ્હાબાદની ઓળખ હિન્દુઓના પ્રમુખ તીર્થ કેન્દ્રના રૂપે છે જ્યાં દર 12 વર્ષ બાદ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
મુઘલ શાસન દરમિયાન શહેરને એક પ્રાંતીય રાજધાની બનાવવામાં આવી હતી. મુઘલ શાસક જહાંગીરે 1599 થી 1604 દરમિયાન શહેરમાં પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું.
ભારતની એક દિવસની રાજધાની
જ્યારે મુઘલોનું પતન થયું અને ભારત પર બ્રિટિશ શાસન સ્થાપિત થયું, ત્યારે અલ્હાબાદને એક દિવસ માટે રાજધાની બનાવવામાં આવી. તે વર્ષ 1858 હતું. તે સમયે જ્યારે અલ્હાબાદ દેશની રાજધાની બન્યું ત્યારે આ શહેર ઉત્તર પશ્ચિમ પ્રાંતની રાજધાની પણ હતું.
સંગમ નગરી પ્રવાસન કેન્દ્ર
પ્રયાગરાજ લાંબા સમયથી વહીવટ અને શિક્ષણનું કેન્દ્ર રહ્યું છે. તે પર્યટનનું કેન્દ્ર પણ છે. શહેરમાં અને તેની આસપાસ અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલા છે. સંગમ શહેરની મુલાકાત લેવા લાખો લોકો આવે છે. અહીં ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમનું ધાર્મિક મહત્વ છે. આ સિવાય પ્રયાગરાજમાં અકબરનો કિલ્લો પણ જોવાલાયક સ્થળ છે.
પ્રયાગરાજમાં જોવાલાયક સ્થળો
પ્રયાગરાજમાં સંગમ સિવાય ખુસરો બાગજોવાલાયક છે. અહીંનું મુઘલ સ્થાપત્ય તમને આકર્ષવા માટે પૂરતું છે. આ ઉપરાંત આનંદ ભવન જોવા જેવુ છે આ એક સમયે પંડિત નેહરુના પરિવારની હવેલી હતી.
1970માં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ હવેલી ભારત સરકારને દાનમાં આપી દીધી હતી અને ત્યારથી જ આ જગ્યાને આનંદ ભવન તરીકે ઓળખવામાં આવે છે.