India

નહેરુએ જ ભારતમાં લોકતંત્રની સ્થાપના કરી હતી... થરુરે મોદી સરકારને સંભળાવ્યું

By GS TEAM
9 Jan 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની વિરાસત અને વર્તમાન સરકારના વલણ અંગે મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. એક બુક ફેસ્ટિવલમાં આપેલા નિવેદનમાં થરૂરે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નેહરુના પ્રશંસક હોવા છતાં તેમની દરેક નીતિ સાથે 100 ટકા સહમત નથી, પરંતુ ભાજપ સરકાર દ્વારા દરેક બાબતમાં નેહરુને જવાબદાર ઠેરવવાની નીતિ તદ્દન ખોટી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નહેરુએ જ ભારતમાં લોકતંત્રની સ્થાપના કરી હતી... થરુરે મોદી સરકારને સંભળાવ્યું

Shashi Tharoor News: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની વિરાસત અને વર્તમાન સરકારના વલણ અંગે મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. એક બુક ફેસ્ટિવલમાં આપેલા નિવેદનમાં થરૂરે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નેહરુના પ્રશંસક હોવા છતાં તેમની દરેક નીતિ સાથે 100 ટકા સહમત નથી, પરંતુ ભાજપ સરકાર દ્વારા દરેક બાબતમાં નેહરુને જવાબદાર ઠેરવવાની નીતિ તદ્દન ખોટી છે.

ભાજપ 'નેહરુ વિરોધી' છે: થરૂર

એજન્સીના રિપોર્ટ અનુસાર, થરૂરે જણાવ્યું હતું કે, 'હું જવાહરલાલ નેહરુનો પ્રશંસક છું, પણ તેનો અર્થ એ નથી કે હું તેમની ટીકા ન કરી શકું. મને તેમની બૌદ્ધિક ક્ષમતા અને દૂરદ્રષ્ટિ માટે ઘણું સન્માન છે. ભારતમાં લોકશાહીના પાયા નાખવામાં નેહરુનું યોગદાન અમૂલ્ય છે.  મોદી સરકાર લોકશાહી વિરોધી છે કે નહીં તે ચર્ચાનો વિષય છે, પરંતુ તેઓ 'નેહરુ વિરોધી' ચોક્કસ છે. ભાજપે નેહરુને એક એવા 'બલીના બકરા' બનાવી દીધા છે કે કોઈ પણ સમસ્યા માટે તેમને જ જવાબદાર ઠેરવી દેવામાં આવે છે.'

1962ના યુદ્ધનો ઉલ્લેખ

થરૂરે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે, '1962માં ચીન સામે થયેલી હાર પાછળ નેહરુના કેટલાક નિર્ણયો જવાબદાર હોઈ શકે છે.  ટીકાકારો પાસે આ મુદ્દે નેહરુની ટીકા કરવાનો આધાર હોઈ શકે છે, પરંતુ તેના કારણે તેમની અન્ય તમામ સિદ્ધિઓને નકારી શકાય નહીં.'

આ પણ વાંચો: ઈડીના દરોડા મુદ્દે બંગાળથી દિલ્હી સુધી ઘમસાણ : ગૃહ મંત્રાલય સામે TMC સાંસદોના દેખાવ

પાર્ટી લાઈન પર સ્પષ્ટતા

પોતાની કાર્યશૈલી અંગે પણ થરૂરે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, 'મેં ક્યારેય પાર્ટીની વિચારધારાનું ઉલ્લંઘન કર્યું નથી. વિવિધ વિષયો પર મેં મારા મંતવ્યો વ્યક્ત કર્યા છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં હું અને પાર્ટી એક જ વલણ પર રહ્યા છીએ. સંસદમાં મેં પૂછેલા પ્રશ્નો સ્પષ્ટ દિશામાં હોય છે, જેનાથી પાર્ટીએ પરેશાન થવાની જરૂર નથી.'