આપણા મગજનું તાપમાન કેટલું હોય છે, શરીરના પ્રમાણમાં ગરમ હોય છે કે ઠંડુ?
શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે
મગજનું સામાન્ય તાપમાન લગભગ 38.5 ડિગ્રી સેલ્સિયસ રહેતુ હોય છે.
Image Envato |
તા. 30 માર્ચ 2023, ગુરુવાર
તમે ક્યારેક કોઈને એમ કહેતા સાંભળ્યુ હશે કે, અત્યારે મારુ મગજ ગરમ છે. મારી સાથે વાત ન કરો.આવી ચેતવણી ઘણીવાર મળી હશે. તેમજ આવુ પણ સાંભળ્યુ હશે કે મારાથી દુર રહો નહીતો ધોવાઈ જશે. પરંતુ તમે ક્યારેય વિચાર્યુ કે શુ ખરેખર દિમાગ ગરમ થતુ હશે. તાજેતરમા જ માણસના મગજ પર એક સંશોધન કરવામાં આવ્યુ હતુ. થયું હતું. જેમા એવુ કહેવામાં આવ્યુ છે કે મગજનુ તાપમાન ક્યારેક વધી જાય છે તો ક્યારેક ઘટી જાય છે.
શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે
સંશોધન કર્તાનું કહેવુ છે કે આપણા મગજનુ તાપમાન એક દિવસમાં ઘણીવાર વધતુ-ઘટતુ રહે છે. જો ક્રેનિયોસેરેબ્રલ ટ્રોમા પછી જો મગજનું તાપમાન વધવુ ઘટવુ બંધ થઈ જાય તો અને આખો દિવસ એક સરખુ તાપમાન રહે તો આ ખરાબ સમાચાર છે. જો તમારુ મગજ બધી રીતે સ્વસ્થ છે તો મગજનું તાપમાન બાકી શરીરના તાપમાનની સરખામણીમાં વધારે રહેવુ જોઈએ. તમને જણાવી દઈએ કે આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. અને મોટાભાગના લોકોને લાગે છે કે આપણા શરીરનું તાપમાન આટલુ જ હોય છે.
મગજનું સામાન્ય તાપમાન લગભગ 38.5 ડિગ્રી સેલ્સિયસ રહેતુ હોય છે.
બ્રિટેનમાં થયેલા એક સંશોધનના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સ્વસ્થ માણસના શરીરના મસ્તિષ્ક બાકી શરીરના તાપમાનની સરખામણીમાં ઘણુ ગરમ હોય છે. આપણા મગજનું તાપમાન લગભગ 38.5 ડિગ્રી સેલ્સિયસ રહેતુ હોય છે.
આ સંશોધનમા મુખ્ય બાબતો આ પ્રમાણે જાણવા મળી હતી.
- મહિલાઓનું મગજ વધારે ગરમ રહેતું હોય છે.
- પુરુષોની સરખામણીએ મહિલાઓનું મગજ વધુ ગરમ રહે છે.
- મહિલાઓના માસિકના સમયે મગજનું તાપમાન વધારે રહે છે
- ઉંમર સાથે પણ મગજના તાપમાનનો સંબંધ રહેલો છે