નવી દિલ્હી, તા. 12 જુલાઈ 2022 મંગળવાર
જ્યારે પણ કોઈ ફ્લાઈટની ટિકિટ બુક કરે છે તો તેણે ભાડા સાથે કેટલાય પ્રકારના ટેક્સની ચૂકવણી કરવી પડે છે. એર ટિકિટ પર લાગનાર એક એવો જ ટેક્સ સોશિયલ મીડિયા પર ચર્ચાનુ કેન્દ્ર બની ગયો છે. એક યુઝરે ટ્વીટર પર પોતાની એક ટિકિટની સ્લિપ પોસ્ટ કરી છે. જેમા પ્રાઈઝનુ બ્રેકઅપ પણ છે. તેમાં એક હેડમાં ક્યૂટ ચાર્જના 100 રૂપિયા જોડવામાં આવ્યા છે. લોકો આ મુદ્દે મૂંઝાઈ રહ્યા છે કે આ કેવો ટેક્સ છે, જે ઈન્ડિગો પોતાના ગ્રાહકો પાસેથી વસૂલી રહી છે.
યુઝરે ટિકિટની પ્રાઈઝ બ્રેકઅપ શેર કરતા લખ્યુ છે, ક્યૂટ ટેક્સ. મને ખબર છે કે જેમ જેમ મારી ઉંમર વધી રહી છે, હુ વધારે ક્યૂટ થતો જઈ રહ્યો છુ. જોકે મે એવુ ક્યારેય નહોતુ વિચાર્યુ કે ઈન્ડિગો આ માટે મારી પાસેથી ચાર્જ વસૂલવાનુ શરૂ કરી દેશે. પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. કેટલાક લોકો પોસ્ટ કરનાર યુઝરને ટ્રોલ પણ કરવા લાગ્યા, તો કેટલાકે એ જાણવાનો પ્રયાસ કર્યો કે વાસ્તવમાં આ ક્યૂટ ટેક્સ શુ છે. એક યુઝરે ફરિયાદ કરી, જ્યારે મે આ ટ્વીટ કરી હતી, ત્યારે વાયરલ કેમ નહોતી થઈ. બીજા યુઝરના પ્રાઈઝ બ્રેકઅપમાં ક્યૂટ ચાર્જના નામે 50 રૂપિયા જોડવામાં આવ્યા છે.
શુ હોય છે ક્યૂટ ટેક્સ
Cuteનો અર્થ છે Common Use Terminal Equipment. એરપોર્ટ અને એરલાઈન આંતરિક સંસાધનો શેર કરે છે, જેથી મુસાફરો અને ઉડ્ડયન કંપનીઓ બંને માટે ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થઈ શકે. એરપોર્ટ અને એરલાઈન વચ્ચે સંસાધનો શેર થવાના કારણે જ આ પ્રકારના ચાર્જ વસૂલવામાં આવે છે. ક્યૂટ ઉડ્ડયન કંપનીઓ દ્વારા આમ તો ઈક્વિપમેન્ટ શેર કરવા માટે ચાર્જ કરવામાં આવે છે જે ગ્રાઉન્ડ સપોર્ટ ઈક્વિપમેન્ટની પુલિંગના સમતુલ્ય હોય છે. ચેક-ઈન કાઉન્ટર અને બેગ ટેગ વાળા પ્લેટફોર્મને કંપનીઓ અંદરોઅંદર શેર કરે છે અને આના બદલે ક્યૂટ ચાર્જ વસૂલે છે.
આ કારણે વસૂલવામાં આવે છે Cute Tax
પારંપરિક રીતે તમામ ઉડ્ડયન કંપનીઓની પાસે પોતાના ચેક-ઈન કાઉન્ટર હોય છે. કંપનીઓની પાસે આ કાઉન્ટરનો માલિકાના હક પણ હોય છે અને તેઓ પોતે આને ઓપરેટ કરે છે. ચેક ઈન અને બેગ ટેગ માટે તમામ કંપનીઓ પોતાના અલગ-અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. એરપોર્ટ પાસે ક્યૂટ ટેકનોલોજી હોય છે, જે તમામ ઉડ્ડયન કંપનીઓને પોત-પોતાના એપ એક જ પ્લેટફોર્મ પર ચલાવવામાં સક્ષમ બનાવે છે. આની જરૂરિયાતના સમયે ચેક-ઈન કાઉન્ટર અને બેગ ટેગ પ્રોવાઈડર પ્લેટફોર્મને શેર કરવાની સગવડ મળી જાય છે.


