India

બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ: મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી કતારો

By GS TEAM
23 Apr 20262 mins read
TukuTouch Logo
West Bengal & Tamil Nadu Elections 2026: પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણી 2026 માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કા હેઠળ 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જ્યારે તમિલનાડુની તમામ 234 બેઠકો પર એકસાથે વોટિંગ શરૂ થયું છે. સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ: મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી કતારો

West Bengal & Tamil Nadu Elections 2026: પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણી 2026 માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કા હેઠળ 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જ્યારે તમિલનાડુની તમામ 234 બેઠકો પર એકસાથે વોટિંગ શરૂ થયું છે. સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. 

પશ્ચિમ બંગાળ: 152 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન

બંગાળમાં આજે 16 જિલ્લાની 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ઉત્તર બંગાળના 8 અને દક્ષિણ-મધ્ય બંગાળના 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે. અંદાજે 3.60 કરોડ મતદારો 1,452 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. બીરભૂમમાં ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું છે કે જો EVMમાં કોઈ ખામી જણાશે, તો તેને માત્ર 15 મિનિટમાં બદલી દેવામાં આવશે.

સુવેંદુ અધિકારીનો કટાક્ષ: 

ભાજપના ઉમેદવાર અધિકારીએ જણાવ્યું કે જો મતદાર યાદીમાં બોગસ મતદારો અને ઘૂસણખોરો ન હોય તો મમતા બેનર્જીની જીતની કોઈ શક્યતા નથી.

અધીર રંજન ચૌધરીને કોંગ્રેસ માટે આશા 

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે સત્તાધારી પક્ષ સામે વિરોધની લહેર છે અને મુર્શિદાબાદમાં કોંગ્રેસને સારા પરિણામોની આશા છે.

તમિલનાડુ: તમામ 234 બેઠકો પર એકસાથે મતદાન

તમિલનાડુમાં 5.73 કરોડ મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. અહીં મુખ્ય મુકાબલો DMK ગઠબંધન અને AIADMK-BJP (NDA) વચ્ચે છે. 

વડાપ્રધાન મોદીની અપીલ

PM નરેન્દ્ર મોદીએ જનતાને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે. તેમણે ખાસ કરીને યુવા મતદારો અને મહિલાઓને લોકશાહીના આ પર્વમાં ભાગીદાર બનવા હાકલ કરી છે.

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: 1000 કરોડથી વધુની જપ્તી

ભારતીય ચૂંટણી પંચે માહિતી આપી છે કે આચારસંહિતા લાગુ થયા બાદ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાંથી અત્યાર સુધીમાં 1,000 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.