કોલકાતા, તા.30 માર્ચ-2023, ગુરુવાર
આજે દેશભરમાં વિવિધ સ્થળોએ રામનવમી પર્વની ધુમધામથી ઉજવણી કરવામાં આવી છે, જોકે કેટલાક રાજ્યોમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, વાહનોમાં તોડફોડ અને આગની ઘટના સામે આવી છે. આજે ગુજરાતના વડોદરામાં બાદ હાલમાં જ પશ્ચિમ બંગાળના હાવડાનાં શિવપુરીમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. હાલમાં જ પશ્ચિમ બંગાળના હાવડામાં કેટલાક તત્વો દ્વારા શોભાયાત્રા દરમિયાન પથ્થમારો કરવામાં આવ્યો છે, તો વાહનોમાં તોડફોડ કરવાનો તેમ આગ લગાડવાની ઘટનાઓ પણ સામે આવી છે...
તોફાની તત્વોએ જાહેર સંપત્તિને પહોંચાડ્યું નુકસાન
દરમિયાન પશ્ચિમ બંગાળના હાવડામાં એક શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના હાવડાના શિવપુરી વિસ્તારમાં બની હતી. આ દરમિયાન તોફાની તત્વોએ જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ આગચંપીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે બની હતી.
#WATCH | West Bengal: Ruckus during 'Rama Navami' procession in Howrah; vehicles torched. Police personnel on the spot. pic.twitter.com/RFQDkPxW89
— ANI (@ANI) March 30, 2023
મમતા બેનર્જીનું મોટું નિવેદન
ઉલ્લેખનિય છે કે, શોભાયાત્રા કાઢતા પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તમે લોકો ખુશીથી શોભાયાત્રા કાઢો, પરંતુ ધ્યાન રાખજો કે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે, તેથી મુસ્લિમ વિસ્તારોમાં જવાનું ટાળો. મેં ભાજપના ઘણા લોકોને એમ બોલતા સાંભળ્યા છે કે, અમે હથિયાર લઈને ચાલીશું... તો હું કહેવા માંગુ છું કે, જો તમે હથિયાર લઈને ચાલશો તો કોર્ટ છે, જે તમને છોડશે નહીં. બીજી તરફ મમતાના આ નિવેદન બાદ હાવડામાં શોભાયાત્રા દરમિયાન હિંસાના સમાચાર સામે આવ્યા છે.
In brazen disregard for Hindu sentiments, Mamata Banerjee held dharna on Ramanavami, then warned Hindus about avoiding Muslim areas because it was Ramzan, forgetting that Hindus too were fasting for Navratr. As Home Minister of WB she is directly responsible for Howrah violence. pic.twitter.com/0975DJ8Wyf
— Amit Malviya (@amitmalviya) March 30, 2023
ભાજપની પ્રતિક્રિયા
બીજી તરફ રામ નવમીના અવસર પર હાવડામાં આગચંપીની ઘટના પર અમિત માલવિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, હિંદુ ભાવનાઓની અવગણના કરી મમતા બેનર્જીએ રામ નવમી પર ધરણા કર્યા... તેમ છતાં હિંદુઓને મુસ્લિમ વિસ્તારોથી બચવાની ચેતવણી આપી, કારણ કે રમઝાન મહિનો ચાલી રહ્યો છે... તે ભૂલીને કે હિંદુઓ પણ નવરાત્રિ ઉપવાસ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના ગૃહમંત્રી તરીકે તેઓ હાવડા હિંસા માટે સીધા જ જવાબદાર છે.


