India

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ!

By GS TEAM
10 May 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, જેમણે 34 વર્ષ જૂના વામપંથી (ડાબેરી) કિલ્લાને ધ્વસ્ત કરીને સત્તા મેળવી હતી, હવે તેમના જ સુર બદલાયા છે. વિધાનસભા ચૂંટણીમાં મળેલી જોરદાર ટક્કર બાદ, મમતા બેનર્જીએ ભાજપને રોકવા માટે હવે ડાબેરીઓ અને ધુર-ડાબેરીઓ સાથે પણ હાથ મિલાવવાની તૈયારી દર્શાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ!

Mamata Banerjee Left Party Alliance: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, જેમણે 34 વર્ષ જૂના વામપંથી (ડાબેરી) કિલ્લાને ધ્વસ્ત કરીને સત્તા મેળવી હતી, હવે તેમના જ સુર બદલાયા છે. વિધાનસભા ચૂંટણીમાં મળેલી જોરદાર ટક્કર બાદ, મમતા બેનર્જીએ ભાજપને રોકવા માટે હવે ડાબેરીઓ અને ધુર-ડાબેરીઓ સાથે પણ હાથ મિલાવવાની તૈયારી દર્શાવી છે.

ઐતિહાસિક વેર અને બદલાતું સમીકરણ

1970 અને 80ના દાયકામાં મમતા બેનર્જી એક આક્રમક યુવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા, જેમની રાજનીતિનો પાયો જ ડાબેરીઓના વિરોધ પર હતો. સિંગૂર અને નંદીગ્રામ આંદોલન બાદ 2011માં તેમણે માં, માટી, માનુષના નારા સાથે બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સરકારને ઉખેડી ફેંકી હતી. છેલ્લા એક દાયકામાં બંગાળમાં ડાબેરીઓ હાંસિયામાં ધકેલાયા છે અને ભાજપ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું છે.

આ પણ વાંચો : વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ...: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય

શું આ મમતાની મજબૂરી છે કે વ્યૂહરચના?

મમતા બેનર્જી હવે અનુભવી રહ્યા છે કે, મતોનું વિભાજન અંતે ભાજપને ફાયદો કરાવે છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી એકતા અનિવાર્ય છે. દેશ અને બિનસાંપ્રદાયિકતા બચાવવા માટે તમામ બિન-ભાજપી શક્તિઓએ સાથે આવવું પડશે. આ માટે તેઓ પોતાના કટ્ટર હરીફ એવા ડાબેરીઓ સાથે મંચ વહેંચવા પણ તૈયાર છે.

જમીની સ્તર પર શું થશે અસર?

આ સંભવિત ગઠબંધન સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વર્ષોથી એકબીજા સામે લડતા પક્ષના કાર્યકરો એક થઈ શકશે? બંગાળના ગામડાઓમાં TMC અને ડાબેરી કાર્યકરો વચ્ચે ખૂની સંઘર્ષનો ઈતિહાસ રહ્યો છે. CPIM ના નેતાઓ હજુ પણ મમતા બેનર્જી પર ભાજપને બંગાળમાં પગપેસારો કરવા દેવાનો આરોપ લગાવે છે. 2026ની ચૂંટણી પહેલા બંગાળનું રાજકારણ એક અજીબ વળાંક લઈ રહ્યું છે. જો તૃણમૂલ અને લાલ સિતારો (ડાબેરીઓ) એક થશે, તો તે ભારતીય લોકશાહીનું સૌથી વિરોધાભાસી ગઠબંધન ગણાશે.