Get The App

દેશના પૂર્વમાં હોવા છતાં બંગાળના નામમાં પશ્ચિમ કેમ આવે છે? આ છે કારણ

Updated: Mar 7th, 2023

GS TEAM

Google News
Google News
દેશના પૂર્વમાં હોવા છતાં બંગાળના નામમાં પશ્ચિમ કેમ આવે છે? આ છે કારણ 1 - image


અમદાવાદ, તા. 07 માર્ચ 2023, મંગળવાર

પશ્ચિમ બંગાળનો ઈતિહાસ આશરે 4000 વર્ષ જૂનો છે. તે ભારતના પૂર્વ ભાગમાં આવેલું એક રાજ્ય છે. અંગ્રેજોએ 1905માં 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતી અપનાવીને બંગાળનું વિભાજમ કર્યું હતું પરંતુ લોકોમાં વધતી નારાજગીને કારણે બંગાળ 1911માં ફરી એક કરી દેવામાં આવ્યું હતું. શું તમે જાણો છો કે પશ્ચિમ બંગાળ ભારતના પૂર્વ ભાગમાં હોવા છતાં તેને પશ્ચિમ બંગાળ કેમ કહેવામાં આવે છે? જો તમને ખબર ન હોય તો આજે અમે તમને તેની પાછળનો ઈતિહાસ જણાવીશું. 

શા માટે કહેવાય છે પશ્ચિમ બંગાળ?

વર્ષ 1947માં ભારતની આઝાદી સાથે જ બંગાળ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગોમાં વિભાજીત થયું હતું. પ્રથમ ભાગ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતું પૂર્વ બંગાળ (જે પાછળથી બાંગ્લાદેશ બન્યું) અને બીજો ભાગ પશ્ચિમ બંગાળ (ભારતીય બંગાળ) હતો. એટલે કે અગાઉ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ એક જ પ્રાંત (બંગાળ) હતા. વર્ષ 1947માં આઝાદી પછી પૂર્વ પાકિસ્તાન (હાલનું પાકિસ્તાન) અને પશ્ચિમ પાકિસ્તાન (હાલમાં બાંગ્લાદેશ)નો ઉદભવ થયો હતો. 1971 ના યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું હતું અને બાંગ્લાદેશ બન્યું. આનો પશ્ચિમ ભાગ આજે પશ્ચિમ બંગાળ કહેવાય છે.

એક સમયે આજનું બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ એક જ રાજ્ય (બંગાળ) હતા, જે ભાગલા પછી પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂર્વ બંગાળ બાંગ્લાદેશ બની ગયું હતું. 

બંગાળનો ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં બંગાળને પોતાનું આગવું સ્થાન છે. સિકંદરના આક્રમણ દરમિયાન બંગાળમાં ગંગારિદયી નામનું રાજ્ય હતું. બંગાળમાં ગુપ્ત અને મોર્ય સમ્રાટોનો વિશેષ પ્રભાવ હતો. બંગાળમાં આધુનિક સમયની શરૂઆત મુઘલો પછી યુરોપિયન અને અંગ્રેજી વેપારી કંપનીઓના આગમન સાથે થઈ હતી. ઈ.સ. 1757માં પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ ભારત અનં બંગાળમાં પોતાના પગ જમાવ્યો હતો. 

રાજકીય લાભ માટે વિભાજન કરવામાં આવ્યું હતું

રાજકીય લાભ માટે અંગ્રેજોએ આ રાજ્યનું વિભાજન કર્યું હતું, જેના કારણે લોકોનો આક્રોશ વધતા બંગાળ ફરી એકવાર વર્ષ 1911માં કોંગ્રેસના નેતૃત્વમાં બંગાળને એકીકૃત કરવામાં આવ્યું હતું. આ બધાના કારણે સ્વતંત્રતા ચળવળની આગ વધુ તીવ્રતાથી ભડકી હતી. જેના પરિણામ એ આવ્યું હતું કે 1947માં દેશની સ્વતંત્રતાની સાથે વિભાજન પણ થયું હતું. વર્ષ 1947 માં આઝાદીની પ્રાપ્તિ સાથે રજવાડાઓના વિલીનીકરણનું કાર્ય શરૂ થયું હતું. સ્ટેટ્સ ઓર્ગેનાઈઝેશન એક્ટ, 1956 મુજબ પડોશી રાજ્યોના કેટલાક બંગાળી ભાષી વિસ્તારોનો પણ પશ્ચિમ બંગાળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

Tags :