પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ત્રિપાઠીએ PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી
કલકત્તા, તા. 10 જૂન 2019, સોમવાર
પશ્ચિમ બંગાળમા રાજકીય હિંસાનુ પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે જેથી સોમવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી.
ગવર્નરે ગૃહ મંત્રીને રાજ્યમાં થઈ રહેલી રાજકીય હિંસા અને તાજેતરની પરિસ્થિતિનો 48 પાનાનો રિપોર્ટ આપ્યો. જોકે, ગૃહ મંત્રી સાથે મુલાકાત બાદ ખુદ ગવર્નરે કહ્યું કે, આ શિષ્ટાચાર ભેટ હતી અને એમણે PM અને ગૃહ મંત્રીને રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જાણકારી આપી છે.
અગાઉ પશ્ચિમ બંગાળમા કાયદા અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ વિશે ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે આંતરિક સુરક્ષાની બાબતમા ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. બેઠકમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા.
બેઠકમા બંગાળની રાજકીય હિંસા વિશે ચર્ચા કરવામા આવી હતી. એવું માનવામા આવે છે. બેઠક પૂર્ણ થયા બાદ પશ્ચિમ બંગાળના ગવર્નર કેશરીનાથ ત્રિપાઠીએ ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત લીધી.