Get The App

પશ્ચિમ બંગાળે ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવ્યો

Updated: Oct 26th, 2021

GS TEAM

Google News
Google News
પશ્ચિમ બંગાળે ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવ્યો 1 - image

પશ્ચિમબંગાળ,તા.26 ઓકટોબર 2021,મંગળવાર

પશ્ચિમ બંગાળની સરકારે રાજ્યમાં સાત નવેમ્બરથી અમલમાં આવે તે રીતે ગુટખા પાનમસાલા અને તમાકુની કોઈ પણ પ્રકારની પ્રોડકટ પર બેન મુકી દીધો છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો આદેશ એક વર્ષ સુધી અમલમાં રહેશે. ગુટખા અને તમાકુ મસાલા પર રાજ્યે 2013માં  પ્રતિબંધ મુકયો હતો. એ પછી દર વર્ષે આ પ્રતિબંધને વધુ એક વર્ષ માટે વધારવામાં આવતો રહ્યો છે.

ડોકટરોનુ કહેવુ છે કે, તમાકુ પ્રોડક્ટસની લતના કારણે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે અમે ઈચ્છીએ છે કે, તેના પર કાયમ માટે પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવે.

Tags :