India

બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય

By GS TEAM
30 Apr 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં ગઈકાલે બીજા તબક્કાના મતદાન વખતે અનેક બૂથો પર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું, જેમાં 77 બૂથો પર હિંસક અને મારમારીની ઘટનાઓ બની હતી. હવે ભાજપે આ 77 બૂથો પર ફરી મતદાન યોજવાની ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ ભાજપની માંગ પર ગુરુવારે નિર્ણય લઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય

West Bengal Election 2026 : પશ્ચિમ બંગાળમાં ગઈકાલે બીજા તબક્કાના મતદાન વખતે અનેક બૂથો પર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું, જેમાં 77 બૂથો પર હિંસક અને મારામારીની ઘટનાઓ બની હતી. હવે ભાજપે આ 77 બૂથો પર ફરી મતદાન યોજવાની ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ ભાજપની માંગ પર ગુરુવારે નિર્ણય લઈ શકે છે.

સાંસદ અભિષેકના શહેરમાં 64 બૂથો પર ફેર મતદાનની માંગ

તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બરના સાંસદ છે, ત્યારે ભાજપે જે 77 બૂથો પર ફેર મતદાનની માંગ કરી છે, તેમાંથી 64 બૂથ ડાયમંડ હાર્બર શહેરના છે. મુખ્ય ચૂંટણી પંચની ઑફિસના આંતરીક સૂત્રોના જણાવ્યા મુજબ, આ 77 બૂથોમાંથી ફાલ્ટા વિધાનસભા ક્ષેત્રના 32, ડાયમંડ હાર્બરના 29, બજ-બજના 3 અને પૂર્વ મગરાહાટમાં 13 બૂથોનો સમાવેશ થાય છે.

ભાજપના બટન પર ટેપ લગાવી દેવાઈ

રાજ્યમાં ગઈકાલે મતદાન વખતે ફાલ્ટામાં અનેક મતદાન કેન્દ્રો પર EVMમાં ગડબડ કરવાની ફરિયાદ થઈ હતી. ભાજપે આક્ષેપ કર્યો હતો કે, મતદારો પોતાની પસંદગીના ઉમેદવારને મત ન આપી શકે તે માટે ઈવીએમમાં ભાજપના બટન પર ટેપ લગાવી દેવામાં આવી હતી. ત્યારપછી ભાજપે ચૂંટણી પંચમાં ઈવીએમ સાથે છેડછાડ થઈ હોવાની ફરિયાદો નોંધાવી હતી.

આ પણ વાંચો : જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર!

EVM ગરબડ અને મતદારોનો આક્રોશ

ઉત્તર 24 પરગણાના બારાનગરમાં બૂથ નંબર-72 પર પાંચ વખત EVM મશીન બદલવા છતાં મતદાન શરૂ થયું ન હતું. અનેક મતદારો કંટાળીને મતદાન કર્યા વગર જ ઘરે પરત ફર્યા હતા. તો બીજી તરફ, નોઆપાડામાં ભાજપના નેતા અર્જુન સિંહે TMC પર બૂથની બહાર ડમી EVM રાખીને મતદારોને ભ્રમિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચે ઈવીએમમાં ટેપ ચોટાડવાનો મામલો તુરંત ધ્યાને લીધો છે. ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું કે, આ ઘટનાનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે અને ચૂંટણી પંચ ગુરુવારે ફરી મતદાન કરાવવા મામલે નિર્ણય લઈ શકે છે.

મતદાન ટાણે હિંસા

  • નાદિયા: ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ મિર પર લોહેના રોડથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમના માથામાં 6 ટાંકા આવ્યા છે.
  • પનિહાટી: અહીં RG Kar પીડિતાની માતા અને ભાજપના ઉમેદવાર રત્ના દેબનાથને TMC કાર્યકરોએ ઘેરી લેતાં હોબાળો થયો હતો. પોલીસને ભીડને વિખેરવા હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.
  • ભવાનીપુર: VIP સીટ ગણાતી ભવાનીપુરમાં શુભેન્દુ અધિકારીની હાજરીમાં જય શ્રી રામ અને 'જય બાંગ્લા'ના નારા લાગતા હાઇ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

આ પણ વાંચો : હું 1984થી ચૂંટણી લડું છું પણ આ વખતે...' પરિણામ અગાઉ મમતાના નિવેદને ચર્ચા જગાવી