બંગાળ જીતવા રથયાત્રાનો સહારો લેશે BJP, આસામ અને UPના CMને મેદાનમાં ઉતારાશે
નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર 2018, ગુરુવાર
ભાજપ કોઈ પણ હિસાબે પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં જીતવા માંગે છે. આ માટે ભાજપે હવે બંગાળમાં ડિસેમ્બરમાં રથયાત્રા કાઢવાની યોજના બનાવી છે.
જેનુ નેતૃત્વ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલ કરશે.આ માટેનો પ્રચાર દુર્ગાપૂજા પછી શરુ કરાશે.
ત્રણે રથયાત્રા બંગાળમાં અલગ અલગ સ્થળોએથી નીકળશે અને ઉપરોક્ત ત્રણ નેતાઓ તેની આગેવાની લેશે. આ રથાયાત્રા દરમિયાન મમતા બેનરજી સરકારની તૃષ્ટિકરણની નીતિનો વિરોધ કરવામાં આવશે, બંગાળ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓનો પણ વિરોધ કરવામાં આવશે.