Get The App

7 તબક્કા પતી જવા છતાં આ 2 મતદાન કેન્દ્રો પર આજે ફરી વોટિંગ, ચૂંટણી પંચે કેમ લીધો નિર્ણય?

Updated: Jun 3rd, 2024

GS TEAM

Google News
Google News
7 તબક્કા પતી જવા છતાં આ 2 મતદાન કેન્દ્રો પર આજે ફરી વોટિંગ, ચૂંટણી પંચે કેમ લીધો નિર્ણય? 1 - image

Represantative image 



Lok Sabha Elections 2024 | દેશમાં લોકસભા ચૂંટણીનું મતદાન હજુ પૂરું થયું નથી. પશ્ચિમ બંગાળમાં બે મતદાન કેન્દ્રો પર આજે ફરી મતદાન થઈ રહ્યું છે. લોકો મતદાન કરવા ઘરની બહાર નીકળી રહ્યા છે. ચૂંટણી પંચે આ મતદાન મથકો પર ફરી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો. ચાલો જાણીએ કે ચૂંટણી પંચે ફરી મતદાનનો નિર્ણય કેમ લીધો?

ફરી મતદાન કેમ થઈ રહ્યું છે?

પશ્ચિમ બંગાળની બારાસાત અને મથુરાપુર લોકસભા બેઠકો પર એક-એક મતદાન કેન્દ્ર પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નવેસરથી મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચને આ મતદાન મથકો પર ગેરરીતિની ફરિયાદો મળી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને રિટર્નિંગ ઓફિસરે મતદાનમાં ગેરરીતિની ફરિયાદ કરી હતી. તેના આધારે, ECએ આ બૂથ પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો.

આ મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે

ચૂંટણી પંચના આદેશ બાદ બારાસાતના દેગંગા વિધાનસભા કેન્દ્ર અને મથુરાપુરના કાકદ્વીપ વિધાનસભા કેન્દ્ર પર સ્થિત બૂથ પર ફરીથી મતદાન યોજાઈ રહ્યું છે, પરંતુ બંને સ્થળોએ મત ગણતરી 4 જૂને જ થશે. અગાઉ આ મતદાન મથકો પર સાતમા તબક્કામાં 1 જૂને મતદાન થયું હતું.

7 તબક્કા પતી જવા છતાં આ 2 મતદાન કેન્દ્રો પર આજે ફરી વોટિંગ, ચૂંટણી પંચે કેમ લીધો નિર્ણય? 2 - image

Tags :