India

મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારના નવા વક્ફ સુધારા અધિનિયમ 2025નો મહિનાઓ સુધી જાહેરમાં વિરોધ કર્યાં બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે આખરે આ કાયદાને સ્વીકાર કરી લીધો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક કાર્યવાહી કરીને 6 ડિસેમ્બર, 2025 સુધીમાં રાજ્યની લગભગ 82,000 વક્ફ મિલકતોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ

Waqf Act 2025: કેન્દ્ર સરકારના નવા વક્ફ સુધારા અધિનિયમ 2025નો મહિનાઓ સુધી જાહેરમાં વિરોધ કર્યાં બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આખરે આ કાયદાને સ્વીકાર કરી લીધો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક કાર્યવાહી કરીને 6 ડિસેમ્બર, 2025 સુધીમાં રાજ્યની લગભગ 82,000 વક્ફ મિલકતોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ જાહેરમાં વિરોધ કર્યો હતો

અહેવાલો અનુસાર, મમતા સરકારનો આ 'યુ-ટર્ન' રાજકીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અગાઉ જાહેરમાં જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ બંગાળમાં આ નવા કાયદાને લાગુ થવા દેશે નહીં. એપ્રિલમાં જ્યારે સંસદમાં આ બિલ પસાર થયું હતું, ત્યારે રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. તેમણે નવમી એપ્રિલના રોજ જૈન સમુદાયના એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે, 'હું બંગાળમાં વક્ફ સુધારા કાયદાને લાગુ થવા દઈશ નહીં... તેમનું રક્ષણ કરવું એ મારી ફરજ છે.'

આ પણ વાંચો: બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ

રાજ્ય સરકારે ત્યારબાદ કાયદાકીય લડાઈ પણ લડી હતી, પરંતુ કોર્ટમાંથી તેમને કોઈ અનુકૂળ નિર્ણય મળ્યો નહોતો. કાયદાની કલમ 3B સ્પષ્ટ આદેશ આપે છે કે બધી નોંધાયેલ વક્ફ મિલકતોની માહિતી છ મહિનાની અંદર કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ થવી જોઈએ. આ સમયમર્યાદા પૂરી થવાના આરે હોવાથી રાજ્ય વહીવટીતંત્રે હવે તાત્કાલિક ડેટા-એન્ટ્રી પ્રક્રિયા શરુ કરવાના પગલાં લીધા છે.

કાયદામાં કરાયેલા મુખ્ય ફેરફારો

વક્ફ સુધારો અધિનિયમ 2025માં કરવામાં આવેલી કેટલીક મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ વિવાદનું કેન્દ્ર બની હતી. વક્ફ બોર્ડ અને વક્ફ ટ્રિબ્યુનલમાં બિન-મુસ્લિમ સભ્યોની નિમણૂક કરવી. કોઈપણ મિલકતને વક્ફ તરીકે જાહેર કરવા અંગે સરકારનો અંતિમ નિર્ણય માન્ય ગણવો. આ જોગવાઈઓના કારણે જ પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. જો કે, કેન્દ્રના આદેશનું પાલન કરવું રાજ્ય સરકાર માટે ફરજિયાત બનતાં મમતા સરકારે કાયદાનો સ્વીકાર કરવો પડ્યો છે.