India

VIDEO: EVMમાં ગરબડ મામલે બંગાળમાં હોબાળો, તૃણમૂલના આક્ષેપ બાદ ચૂંટણી પંચે આપ્યો જવાબ

By GS TEAM
30 Apr 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ ચોથી મેએ જાહેર થાય તે પહેલા તૃણમૂલ કોંગ્રેસે (TMC) સ્ટ્રોંગ રૂમમાં બેલેટ બોક્સ સાથે છેડછાડ કરાઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે ટીએમસીએ CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે. પાર્ટીએ કહ્યું છે કે, તેમની ગેરહાજરીમાં મતપેટીઓ સાથે છેડછાડનો પ્રયાસ થઈ રહ્યો છે. તો બીજીતરફ ચૂંટણી પંચે સાતેય સ્ટ્રોગ રૂમ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: EVMમાં ગરબડ મામલે બંગાળમાં હોબાળો, તૃણમૂલના આક્ષેપ બાદ ચૂંટણી પંચે આપ્યો જવાબ

West Bengal Election Result 2026 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ ચોથી મેએ જાહેર થાય તે પહેલા તૃણમૂલ કોંગ્રેસે (TMC) સ્ટ્રોંગ રૂમમાં બેલેટ બોક્સ સાથે છેડછાડ કરાઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે ટીએમસીએ CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે. પાર્ટીએ કહ્યું છે કે, તેમની ગેરહાજરીમાં મતપેટીઓ સાથે છેડછાડનો પ્રયાસ થઈ રહ્યો છે. તો બીજીતરફ ચૂંટણી પંચે સાતેય સ્ટ્રોગ રૂમ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે.

TMC નેતાઓ ધરણા પર, મમતા સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચ્યા

ઈવીએમમાં છેડછાડનો આક્ષેપ કર્યા બાદ ટીએમસીના દિગ્ગજ નેતા ડૉ.શશિ પાંજા અને કુણાલ ઘોષ કોલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં ધરણા પર બેસી ગયા છે.  આ ગંભીર આરોપો વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચી ગયા છે. આ એ જ સ્થળ છે, જ્યાં ભવાનીપુર સહિત દક્ષિણ કોલકાતાના બૂથોના ઈવીએમ અને મતપત્રો રાખવામાં આવ્યા છે. એવી શક્યતા છે કે, મમતા બેનરજી દુર્ગાપુરના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈને ત્યાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે.

TMCના આક્ષેપ બાદ ચૂંટણી પંચની સ્પષ્ટતા

બીજીતરફ ટીએમસીના આક્ષેપોને લઈને ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. પંચે સ્પષ્ટ કહ્યું કે, ખુદીરામ અનુશીલન કેન્દ્રના તમામ સાતેય સ્ટ્રોંગ રૂમ સંપૂર્ણ સુરક્ષિત અને સીલ છે. આ બધુ જ કામ ઉમેદવારોની સામે જ કરવામાં આવ્યું હતું અને છેલ્લે સવારે 5.15 કલાકે રૂમ બંધ કરી દેવાયો હતો.

આ પણ વાંચો : ‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’ ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રહાર

તમામ પક્ષોને અગાઉથી જાણ કરી છે : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે જણાવ્યું કે, હકીકતમાં બીજા રૂમમાં 'પોસ્ટલ બેલેટ'ને અલગ પાડવાની કામગીરી ચાલી રહી હતી, જેના કારણે કદાચ ગેરસમજ ઉભી થઈ હતી. આ બાબતે તમામ રાજકીય પક્ષોને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી. આ ભ્રમ દૂર કરવા માટે ટીએમસી નેતા શશી પાંજા, કુણાલ ઘોષ અને ભાજપના પ્રતિનિધિઓને જાતે બોલાવીને સીલબંધ રૂમ બતાવી દેવામાં આવ્યા છે, જેથી સુરક્ષાને લઈને કોઈ શંકા ન રહે.

ટીએમસી કાર્યકર્તાઓ એકઠા થયા

ટીએમસીનો આરોપ છે કે, ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને લોકશાહીની હત્યા કરી રહી છે. દુર્ગાપુર સરકારી કોલેજ પાસે આવેલા સ્ટ્રોંગ રૂમની બહાર પણ ટીએમસી કાર્યકર્તાઓ એકઠા થયા છે. મશીનોમાં કોઈ ગરબડ ન થાય તે માટે કાર્યકર્તાઓ સ્ટ્રોંગ રૂમથી 200 મીટર દૂર કેમ્પ બનાવીને દેખરેખ રાખી રહ્યા છે. ટીએમસીએ ચેતવણી આપી છે કે, બંગાળ કંઈ મહારાષ્ટ્ર કે બિહાર નથી કે તેઓ ચૂપચાપ પોતાની હાર સ્વીકારી લેશે. 

આ પણ વાંચો : બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય