આ અઠવાડિયે આટલું સસ્તુ થયું સોનું, જાણો શું રહ્યો 24 કેરેટનો ભાવ
આ પહેલાના અઠવાડિયે સોનાનો ભાવ 59,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો
28 જુલાઈ, 2023ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રુપિયા 59,491 હતો
![]() |
Image Envato |
ગયા અઠવાડિયે શુક્રવારના રોજ સોનાનો છેલ્લો સોદો 59,610 રુપિયા પ્રતિગ્રામે થઈ માર્કેટ બંધ થયુ હતું. છેલ્લા અઠવાડિયે સોનામાં તેજી જોવા મળી હતી. પરંતુ આ અઠવાડિયે સોનું સસ્તું થયું છે.
સતત કેટલાક અઠવાડિયાથી સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ આ અઠવાડિયે સોનામાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, હજુ પણ સોનાનો ભાવ 59 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જ ચાલે છે. જૂન મહિનામાં આવેલ સતત ઘટાડા બાદ જુલાઈના શરૂઆતના વીકમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. પરંતુ ફરી આ અઠવાડિયે સોનાના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે.
આ પહેલાના અઠવાડિયે સોનાનો ભાવ 59,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો
આ અઠવાડિયામાં છેલ્લા ટ્રેડિંગ વખતે એટલે કે શુક્રવારના રોજ સોનાની કિંમત 59,385 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોદા થઈ બંધ થઈ હતી. તો તેના આગલા અઠવાડિયે છેલ્લા દિવસના ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ 59,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો.
28 જુલાઈ, 2023ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રુપિયા 59,491 હતો
IBJA(ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન) ના કહેવા પ્રમાણે તા. 28 જુલાઈ, 2023ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રુપિયા 59,491 રહ્યો હતો. તો 22 કેરેટ સોનાની કિંમત 59,253 રૂપિયા જોવા મળી હતી. આ દરેક પ્રકારના સોનાની કિંમતમાં કોઈ સામેલ નથી, એટલ તે આ ભાવ ટેક્સ વગર ગણતરી કરવામાં આવી છે. સોના પર GST ચાર્જ અલગથી આપવાનો રહે છે. આ ઉપરાંત જ્વેલરી પર મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવો પડતો હોય છે.