રાજધાનીના વાતાવરણમાં પલ્ટો, પવન સાથે વરસાદ પડ્યો
નવી દિલ્હી, તા. 30 માર્ચ 2019, શનિવાર
દિલ્હી NCRના ઘણાં વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સાંજના સમયે પવન અને ધીમો વરસાદ પડ્યો છે. દિલ્હી સહિત ગુડગાંવના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી.
આ પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે વિજળી સાથે દિલ્હીમાં વરસાદ પડી શકે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું. હવામાન વિભાગ પ્રમાણે રવિવારે પણ તાપમાનમાં ઘટાડો નોંધાશે અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સીયસથી ઘટીને 36 ડિગ્રીસેલ્સીયસ રહેશે.