યુદ્ધ માટે તૈયાર જ છીએ : શાંતિ-મંત્રણા ભાંગી પડતા પાક સામે તાલિબાનોનો ખુલ્લો પડકાર

ટેકનોલોજી પર ઘમંડ ન કરો તે પણ નિષ્ફળ જશે
'ઈસ્લામિક-અમીરાત-ઓફ-અફઘાનિસ્તાન' (તાલિબાન) સરકારે પાક. પર દિલ-દગડાઈનો આક્ષેપ મુકતાં કહ્યું : 'તમે જ મંત્રણા તોડી પાડી છે'
આ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, તાલિબાનો તેમની ભૂમિનો ઉપયોગ કોઈપણ આતંકી સંગઠનને નહીં કરવા દે તેવું વચન આપ્યા છતાં પાકિસ્તાને લેખિતમાં તે પ્રતિબદ્ધતા માગી હતી. જે અમોને સ્વીકાર્ય ન હતું. વાસ્તવમાં અલ્લાહની મદદથી જ અમે અમારી ભૂમિ અને અમારી જનતાનું રક્ષણ કરી રહ્યા છીએ.
આ મંત્રણા પડી ભાંગવા માટે પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસીફે અફઘાનિસ્તાન પર કરેલાં દોષારોપણને ફગાવી દેતાં અફઘાનિસ્તાનના સરહદો અને જનજાતિઓ સાથેના સંબંધો વિષેના મંત્રી નુરૂલ્લાહ નૂરીએ તો પાકિસ્તાનને સીધી જ ચેતવણી આપતાં કહી દીધું હતું કે, 'અફઘાનોની ધીરજની પરીક્ષા બંધ કરો અને તમારી ટેકનોલોજી અંગે ઘમંડ ન કરો, તમારી ગમે તેટલી એડવાન્સડ ટેકનોલોજી હશે પરંતુ તે નિષ્ફળ રહેશે. અફઘાનિસ્તાનનાં બાળકોથી વૃદ્ધો સુધી સૌ કોઈ લડી લેવા તૈયાર છે. તમે યુદ્ધની ધમકી આપી છે, તો અમે યુદ્ધ માટે તૈયાર જ છીએ.' ભાઈચારો બરોબર છે, પરંતુ પાકિસ્તાન તે ભૂલી ગયું છે તે ઉશ્કેરણી વગર હુમલા કરે છે.








