India

ગુરૂગ્રામમાં જળબંબાકાર, ભૂવા પડતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ

By GS TEAM
11 Jul 20251 min read
ગુરૂગ્રામમાં જળબંબાકાર, ભૂવા પડતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ

- જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન થતાં એક બાળકીનું મોત

ગુરુગ્રામ : ગુરુગ્રામમાં ભારે વરસાદના કારણે સરકારે કોર્પોરેટ ઓફિસ અને શાળા-કોલેજો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા જેના કારણે જનજીવન ખોરવાયું હતું. શાળા-કોલેજોએ ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા કરી હતી. કોર્પોરેટ ઓફિસ અને સરકારી કચેરીઓએ પણ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સગવડ આપી હતી. ગુરુગ્રામમાં પાણી ભરાયા પછી અનેક ઠેકાણે ભૂવા પણ પડયા હતા. એક મોટા ભૂવામાં તો બીયર ભરેલો ટ્રક ખાબક્યો તેના ફોટો અને વિડીયો વાયરલ થયા હતા. અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં ખૂબ વરસાદ પડયો તે પછી પૂંચમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. એમાં એક બાળકી મૃત્યુ પામી હતી. ભૂસ્ખલનની આવી જ ઘટના સિક્કિમમાં પણ બની હતી. સિક્કિમમાં ઘણાં દિવસથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. એ દરમિયાન ભૂસ્ખલન થતાં કેટલાક રસ્તા બંધ થયા હતા. લાકડાંના બે બ્રિજ તૂટી પડતાં વાહન-વ્યવહાર ખોરવાયો હતો અને ઘણાં વિસ્તારો સાથે સંપર્ક કપાઈ ગયો હતો.