India

દિલ્હી-ગુરુગ્રામમાં જળબંબાકાર: 26 ફ્લાઇટ રદ, 380થી વધુના શિડયુલ ખોરવાયા

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
ઉત્તર ભારતમાં સોમવારે ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું. દિલ્હી-NCR, રાજસ્થાન, યુપી અને હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગુરુગ્રામમાં સ્કૂલો-ઓફિસોને 'વર્ક ફ્રોમ હોમ'ની સલાહ અપાઈ. દિલ્હી એરપોર્ટ પર 380 ફ્લાઈટ્સ મોડી પડી અને 26 રદ થઈ. હિમાચલમાં 98 રસ્તાઓ બંધ થયા, જ્યારે NCRના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હજારો વાહનો ફસાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી-ગુરુગ્રામમાં જળબંબાકાર: 26 ફ્લાઇટ રદ, 380થી વધુના શિડયુલ ખોરવાયા
  • ગુરુગ્રામમાં સ્કૂલો, ઓફિસોને વર્ક ફ્રોમ હોમની સલાહ
  • હિમાચલમાં પણ ભારે વરસાદના પગલે ૯૮ જેટલાં રોડ બંધ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ધોધમાર વરસાદ
  • એનસીઆરના અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાતા હજારો વાહનો ફસાયા

નવી દિલ્હી : સોમવારે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ફ્લાઇટ ડાયવર્ઝન, જળબંબાકાર અને મોટા પાયે ટ્રાફિંક જામની ઘટનાઓ સામે આવી હતી, રાજધાની દિલ્હીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન વરસાદ પડયો. આ દરમિયાન ગુરુગ્રામમાં ટ્રાફિકની સ્થિતિ સૌથી ખરાબ જોવા મળી હતી. દિલ્હી એરપોર્ટ પર ૩૮૦ જેટલી ફ્લાઇટ્સ વરસાદને કારણે મોડી ચાલી રહી હતી. જ્યારે ૨૬ ફ્લાઇટો રદ કરાઇ હતી.
ભારે વરસાદને કારણે દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો હતો. અનેક વાહનો પાણીમાં ફસાયા હતા, શાળાની બસો, એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી અટવાયા હતા. દિલ્હીમાં પણ લ્યુટિયન્સ દિલ્હી, મથુરા રોડ, કનોટ પ્લેસ, અને ઝખીરા અંડરપાસના કેટલાક ભાગો સહિતના અનેક મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા હતા. ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર ઓછામાં ઓછી ૩૮૦ ફ્લાઇટ્સ મોડી પડી હતી. જ્યારે ૨૬ ફ્લાઇટ રદ કરવી પડી હતી. એક અધિકારીએ જણાવ્યું કે ૧૨ ફ્લાઇટ્સ જયપુર, બે ચંડીગઢ અને એક લખનઉ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડયો, જેના કારણે શહેરી વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાયું. ગાઝિયાબાદમાં ભારે વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ગંભીર જળબંબાકાર સર્જાયો, જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો. જયપુર અને પૂર્વ રાજસ્થાનના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડયો, જેના કારણે ટ્રાફિક ખોરવાયો અને અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયું. સૌથી કફોડી હાલત દિલ્હી, ગુરુગ્રામમાં જોવા મળી હતી, ભારે વરસાદને કારણે ગુરુગ્રામ વિસ્તારની તમામ શાળાઓ અને ઓફિસોને ઓનલાઇન ચલાવવા સલાહ આપવામાં આવી છે. જયારે હિમાચલમાં પણ ભારે વરસાદને પગલે ૯૮ જેટલા રોડ બંધ કરવા પડયા છે.