Get The App

VIDEO: મહારાષ્ટ્રમાં વોટર ટેન્ક ટાવર તૂટી પડતા બની દુર્ઘટના, 3 શ્રમિકોના કરૂણ મોત, અનેક ઈજાગ્રસ્ત

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: મહારાષ્ટ્રમાં વોટર ટેન્ક ટાવર તૂટી પડતા બની દુર્ઘટના, 3 શ્રમિકોના કરૂણ મોત, અનેક ઈજાગ્રસ્ત 1 - image


Water Tank Collapse Video: મહારાષ્ટ્રના નાગપુરના બુટીબોરી MIDCમાં આવેલી અવાડા કંપનીમાં શુક્રવારે એક ટાંકી ટાવર તૂટી પડવાની ઘટના બની હતી. જેમાં ત્રણ શ્રમિકોના કરૂણ મોત થયા હતા. ટાવર નીચે અનેક શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે. અકસ્માત થયો ત્યારે અવાડા કંપનીમાં સોલાર પેનલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારબાદ તમામને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાના પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અવાડા કંપનીમાં સોલાર પેનલ બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. બાંધકામ શ્રમિકો પાણીની ટાંકી પાસે કામ કરી રહ્યા હતા ત્યારે તે તૂટી પડી, જેના કારણે તેઓ કચડાઈ ગયા હતા.

અકસ્માત સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો

એક અધિકારીએ જણાવ્યું હતું કે MIDC બુટીબોરી વિસ્તારમાં સ્થિત એક સોલાર પેનલ બનાવવાના કારખાનામાં સવારે 9:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. તેમણે જણાવ્યું હતું કે અવાડા ઇલેક્ટ્રો પ્રાઇવેટ લિમિટેડની માલિકીની ફેક્ટરીમાં એક મોટી પાણીની ટાંકી તૂટી પડી હતી, જેના કારણે લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.