Get The App

ફોટોના ચક્કરમાં જીવ ગુમાવ્યો! લોકોની નજરની સામે જ પર્વતથી નીચે લપસ્યો પર્વતારોહક, જુઓ VIDEO

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
ફોટોના ચક્કરમાં જીવ ગુમાવ્યો! લોકોની નજરની સામે જ પર્વતથી નીચે લપસ્યો પર્વતારોહક, જુઓ VIDEO 1 - image


Mountaineer falls to death in China: ચીનમાં 31 વર્ષીય પર્વતારોહકે પર્વતની ટોચ પરથી ફોટો ક્લિક કરવામાં જીવ ગુમાવ્યો છે. ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા માઉન્ટ નામાની ટોચ પરથી ફોટો ક્લિક કરવાના ચક્કરમાં આ પર્વતારોહકે જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન તેનું સુરક્ષા કવચ ખુલી જતાં તે લપસી ગયો હતો અને આ દુર્ઘટના સર્જાઈ હતી. 

હોંગ નામના આ પર્વતારોહકે 25 સપ્ટેમ્બરના રોજ માઉન્ટ નામા પર 5588 મીટરની ટોચે તેના ગ્રૂપ સાથે પહોંચ્યો હતો. જ્યાં તેણે એક ક્રેવેસની નજીકથી ફોટો લેવાનો પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે, તેણે પોાતની સુરક્ષા લાઈન ઓળંગી હતી. સુરક્ષા કવચમાંથી બહાર નીકળી તેણે ફોટો લેવાનો પ્રયાસ કર્યો હતો. બરફમાં પકડ માટે વપરાતી કુહાડીનો પણ ઉપયોગ કર્યો ન હતો જેથી તે અચાનક બરફમાં લપસ્યો હતો અને પર્વતની ટોચેથી 200 મીટર નીચે સરક્યો હતો. ત્યાર પછી તે જોતજોતામાં તે ગાયબ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ અમેરિકા જવાનું સપનું રોળાયું! ટ્રમ્પની નીતિઓના કારણે ભારતીય સ્ટુડન્ટ વિઝામાં 44 ટકાનો ઘટાડો



હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો

ચીનના સોશિયલ મીડિયા પર આ દુર્ઘટનાનો વીડિયો મોટા પ્રમાણમાં વાઈરલ થયો છે. બચાવ કામગીરી કરતી ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોંગને હોસ્પિટલ લઈ ગઈ હતી. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયો. અને બાદમાં તેનો મૃતદેહ ગોંગ્ગા માઉન્ટેન ટાઉનમાં મોકલવામાં આવ્યો હતો.  હોંગના પિતરાઈ ભાઈ-બહેને જણાવ્યું હતું કે, હોંગ પ્રથમ વખત પર્વતારોહણ કરવા ગયો હતો. જ્યાં તેણે સુરક્ષા અને સાવચેતીના માપદંડો અવગણી અન્યની તસવીર લેવામાં મદદ કરી હતી. પરંતુ અચાનક તેનું સુરક્ષા કવચ છૂટી જતાં તે નીચે પટકાયો હતો.

 હોંગના ગ્રૂપ પર મૂક્યા આરોપ

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હોંગના ગ્રૂપે પર્વતારોહણ માટે જરૂરી મંજૂરી મેળવી ન હતી અથવા અધિકારીઓને તેમની આ યોજનાઓ વિશે કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. કાંગડિંગ મ્યુનિસિપલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ બ્યુરોએ જણાવ્યું હતું કે આ ગ્રૂપે મૂળભૂત રૂપે સલામતીના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હતું. જો ક્રેમ્પન દૂર કરવામાં ન આવ્યા હોત અને દોરડું ખોલવામાં ન આવ્યું હોત, તો કદાચ આ દુર્ઘટના બની ન હોત.

સિચુઆન પર્વતારોહણ એસોસિએશને સ્પષ્ટતા કરી કે, ઓનલાઈન ફરતા દાવાઓથી વિપરીત  હોંગ પ્રોફેશનલ પર્વતારોહક ન હતો. તેની પાસે ફક્ત ચઢાણ સહાયકનું પ્રમાણપત્ર હતું અને ક્યારેક ક્યારેક તે પર્વતારોહણનું નેતૃત્વ કરતો હતો.

ફોટોના ચક્કરમાં જીવ ગુમાવ્યો! લોકોની નજરની સામે જ પર્વતથી નીચે લપસ્યો પર્વતારોહક, જુઓ VIDEO 2 - image

Tags :