વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, 3થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય, 5 વર્ષની જોગવાઈ રદ
Supreme Court On Waqf Board: સુપ્રીમ કોર્ટે આજે વક્ફ (સુધારા) બિલ 2025ના અમલીકરણ પર સ્ટે મૂકવાનો ઇન્કાર કરી દીધો છે. જો કે, કેટલીક ધારાઓ પર રોક મૂકવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, વક્ફ (સુધારા) ઍક્ટ 2025માં કલમ 3(r), 3 C, 14 જેવી જોગવાઈ અયોગ્ય છે. જેથી તેના પર રોક મૂકવાનો નિર્ણય લીધો છે.
આ જોગવાઈ પર મૂક્યો સ્ટે
સુપ્રીમ કોર્ટે આખા વક્ફ (સુધારા) બિલ પર સ્ટે મૂક્યો નથી. પરંતુ અમુક જોગવાઈઓ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં વક્ફ કરવા માટે પાંચ વર્ષ સુધી મુસ્લિમ ધર્મ પાળવાની જોગવાઈ 3(આર) પર રોક મૂક્યો છે. જે મનમાનીભર્યો હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટે તેના પર રોક મૂકી છે. 2 (સી) જોગવાઈ વક્ફ સંપત્તિને વક્ફ સંપત્તિ માનવામાં આવશે નહીં. 3 (સી) સાથે જોડાયેલા રેવન્યુ રૅકોર્ડની જોગવાઈ પર પણ રોક મૂકી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, કાર્યપાલિકા કોઈપણ વ્યક્તિના અધિકારોનું નિર્ધારણ કરી શકતી નથી. જ્યાં સુધી રેવન્યુ રૅકોર્ડમાં પ્રોપર્ટી મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી વક્ફ સંપત્તિના અધિકારોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જો કે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઈપણ ત્રીજા પક્ષનો અધિકાર માન્ય ગણાશે નહીં.
વક્ફ બોર્ડની સંરચના પર ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, બોર્ડમાં રાજ્ય સ્તરે વધુમાં વધુ ત્રણ બિનમુસ્લિમ સભ્ય રહી શકશે, અર્થાત્ બોર્ડના 11 સભ્યોમાં મુસ્લિમ સભ્યોની બહુમતિ આવશ્યક રહેશે. વધુમાં બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર મુસ્લિમ હોવા જોઈએ. આ આદેશ વક્ફ ઍક્ટની કાયદેસરતા પર અંતિમ ભલામણ સૂચવતો નથી. જેની સંપત્તિના રજિસ્ટ્રેશન સંબંધિત જોગવાઈઓ યોગ્ય છે.