Get The App

લેખિત પરીક્ષા વિના નોકરી જોઈએ છે, તો NCLમાં અરજી કરો, માસિક પગાર રૂપિયા 42 હજાર

Updated: May 26th, 2024

GS TEAM


Google News
Google News
લેખિત પરીક્ષા વિના નોકરી જોઈએ છે, તો NCLમાં અરજી કરો, માસિક પગાર રૂપિયા 42 હજાર 1 - image


Image Source: Freepik

NCL Recruitment 2024: જો તમે CSIRમાં નોકરીકરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે. તેના માટે CSIR હેઠળ આવતીનેશનલ કેમિકલ લેબોરેટરી (NCL) એ સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ અને પ્રોજેક્ટ એસોસિયેટ-Iના પદ માટે ભરતી બહાર પાડી છે. જે પણ ઉમેદવારો આ પદ સંબંધિત લાયકાત ધરાવે છે તેઓ સત્તાવાર વેબસાઈટ ncl-india.orgના માધ્યમથી અરજી કરી શકે છે. CSIR-NCLના આ પદ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

CSIR-NCL હેઠળ ભરવામાં આવનારી પોસ્ટમાં પ્રોજેક્ટ એસોસિયેટ છે. જે પણ આ પદો માટે અરજી કરવા માંગે છે તે 4 જૂન પહેલા અરજી કરી શકે છે. અન્યથા ફોર્મ ધ્યાનમાં લેવામાં નહીં આવશે. જો તમે પણ અહીં નોકરી કરવા માંગો છો તો અરજી કરતા પહેલા નીચે આપેલા તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓને ધ્યાનથી વાંચો.

NCLમાં નોકરી મેળવવા માટેની યોગ્યતા

સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ- જે પણ ઉમેદવારો આ પદ માટે અરજી કરવા માગે છે તેમની પાસે સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે 4 વર્ષનો અનુભવ/એમ.ટેક સાથે 02 વર્ષનો અનુભવ હોવો જોઈએ.  

પ્રોજેક્ટ એસોસિયેટ-I- ઉમેદવારો પાસે 2 વર્ષના અનુભવ સાથે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ.

NCLમાં અરજી કરવા માટેની વય મર્યાદા

સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ - 40 વર્ષ

પ્રોજેક્ટ એસોસિયેટ-I- 35 વર્ષ

NCLમાં પસંદગી થવા પર મળશે આટલો પગાર

સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ – 42000 રૂપિયા + HRA

પ્રોજેક્ટ એસોસિયેટ-I- 25,000 રૂપિયાથી 31,000 રૂપિયા

આવી રીતે થશે સિલેક્શન

NCLની આ ભરતી માટે જે પણ ઉમેદવાર અરજી કરી રહ્યા છે તેમની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. જે ઉમેદવારોની પરફોર્મન્સ વધુ સારું હશે તેમનું આ પદ માટે સિલેક્શન કરવામાં આવશે.

NCL માટે આવી રીતે કરો અરજી

જે પણ ઉમેદવારો આ પદ માટે અરજી કરવા માટે ઈચ્છુક અને યોગ્યતા ધરાવે છે તેઓ નેશનલ કેમિકલ લેબોરેટરી (NCL)ની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે.


Tags :