India

'મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે...', મમતા બેનરજીના પ્રહાર

By GS TEAM
11 Nov 20251 min read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ચૂંટણીપંચે હાથ ધરેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનેે વોટબંધી સમાન ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભાજપ મતદારયાદી સુધારણા સામે બોલવા બદલ તેમને જેલમાં પણ મોકલી શકે છે અને ગળું પણ કાપી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે...', મમતા બેનરજીના પ્રહાર

West Bengal News : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ચૂંટણીપંચે હાથ ધરેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનેે વોટબંધી સમાન ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભાજપ મતદારયાદી સુધારણા સામે બોલવા બદલ તેમને જેલમાં પણ મોકલી શકે છે અને ગળું પણ કાપી શકે છે. 

મમતા બેનરજીએ સિલીગુડીમાં મીડિયાને જણાવ્યું હતું કે આ એક સુપર ઇમરજન્સીના સ્વરૂપમાં છે. સીએમએ આરોપ લગાવ્યો છે કે બરોબર ચૂંટણી પહેલાં જ મતદાર યાદી સુધારણા  હાથ ધરવાની કવાયત મને સમજમાં આવી રહી નથી. ચૂંટણીપંચે આ પ્રક્રિયા તરત જ બંધ કરી દેવી જોઈએ. મતદાર યાદીનું પરીક્ષણ કંઈ બેથી ત્રણ મહિનામાં પૂરું ન થઈ જાય. તેને જબરદસ્તી અંજામ આપવામાં આવી રહ્યો છે.

તેમણે સરકારને લોકોના મતાધિકાર પર અંકુશ ન લગાવવા અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળમાં પ્રદેશ કોંગ્રેેસ કમિટીએ રાજ્યમાં મતદાર યાદીઓમાં સુધારણાની કવાયતમાં રાહતની માંગ કરતાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ કેસ સોમવારે જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.પશ્ચિમ બંગાળમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમને પડકારતી એક જાહેર હિતની અરજી કોલકાતા હાઇકોર્ડમાં પડતર છે.