લગ્ન બાદ Voter ID કાર્ડમાં કેવી રીતે બદલાવવું સરનામું? જાણીલો ઓનલાઈન પ્રોસેસ
Address Correction in Voter ID: મતદાર ઓળખ કાર્ડ (Voter ID) ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ચૂંટણીમાં મત આપવા માટે થાય છે. આ સિવાય પણ અન્ય ઘણા હેતુઓ માટે આ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે મતદાર આઈડી કાર્ડ અપડેટ રાખવું ખૂબ જરૂરી છે. લગ્ન પછી મહિલાઓનું સરનામું બદલાય છે. તેથી તેઓએ તેમના વોટર આઈડી કાર્ડમાં સરનામું અપડેટ કરવું જરુરી છે. ચાલો જાણીએ ઓનલાઈન પ્રકિયા દ્વારા વોટર આઈડી કાર્ડમાં સરનામું અપડેટ કેવી રીતે કરી શકાય.
ઓનલાઈન સુવિધા
ચૂંટણી પંચ લગ્ન બાદ મહિલાઓને વોટર આઈડી કાર્ડમાં તેમનું સરનામું ઓનલાઈન ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. આ માટે મહિલાઓ પાસે નવા સરનામાનું કોઈ એક ડોક્યુમેન્ટ હોવું જરુરી છે. આ દસ્તાવેજ મહિલા અથવા તેના પતિના નામે હોવું જોઈએ. આ પછી તમે સરનામું બદલવા માટે ઓનલાઈન અરજી કરી શકો છે.
આ ડોક્યુમેન્ટની જરુર રહેશે
- 1. આધાર કાર્ડ
- 2. છેલ્લા એક વર્ષનું વીજળી અથવા ગેસનું બિલ
- 3. બેંક અથવા પોસ્ટ ઓફિસ પાસબુક
- 4. ભારતીય પાસપોર્ટ
- 5. મહેસૂલ વિભાગના જમીન સંબંધિત દસ્તાવેજો
- 6. રજિસ્ટર્ડ લીઝ ડીડ અથવા રેન્ટ ડીડ (ભાડા કરાર)
- 7. રજિસ્ટર્ડ સેલ ડીડ
- 8. મતદાર ID કાર્ડના ટ્રાન્સફર માટે અરજી કરવા માટે, તમારી પાસે રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ પર નોંધાયેલ ખાતું હોવું આવશ્યક છે.
કેવી રીતે અરજી કરવી
- નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (NVSP) ની વેબસાઇટ પર જાઓ અને લોગ ઇન કરો.
- ત્યાર બાદ Shifting of residence/correction of entries in existing electoral roll’ ટેબ પર ક્લિક કરો.
- અહીં તમને 'Fill Form 8' ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો.
- ત્યાર બાદ 'Self' વિકલ્પ પર ક્લિક કરો અને તમારો EPIC નંબર જોવા સબમિટ કરો.
- એ પછી મતદારની વિગતોની રિવ્યુ કરો અને ‘Shifting of Residence’ ઓપ્શન પસંદ કરો.
- આ સાથે સાથે એ પણ જણાવો કે સરનામું વિધાનસભા ક્ષેત્રની અંદર કે બહાર બદલાઈ રહ્યું છે.
- ફોર્મ 8 માં જરૂરી તમામ વિગતો ભરો અને એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યાર બાદ કેપ્ચા કોડ દાખલ કરો અને ‘Preview and Submit’ પર ક્લિક કરો.
- છેલ્લે ફોર્મ 8 ને રિવ્યુ કરો અને પછી સબમિટ કરો.
- એ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઈમેઇલ પર એક મેસેજ આવશે, જેમાં એપ્લિકેશનનો રેફરેંસ નંબર હશે.
- થોડા દિવસો પછી તમે ચૂંટણી કાર્યાલયમાંથી નવું વોટર આઈડી કાર્ડ મેળવી શકશો અથવા NVSP પોર્ટલ પરથી ડિજિટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકશો.