India

મણિપુરમાં ફરી હિંસા : કુકી સમુદાયના પાંચનાં મોત, પરિસ્થિતિ સ્ફોટક બની

By GS Team
1 Nov 20262 mins read
TukuTouch Logo
મણિપુરમાં ફરી હિંસા ભડકતા છેલ્લા 24 કલાકમાં કુકી સમુદાયના 5 લોકોના મોત થયા છે. નોને જિલ્લામાં ગોળીબારમાં 3 લોકો માર્યા ગયા હતા, જેનો આરોપ નાગા સમુદાય પર મુકાયો છે. કાંગપોકપી જિલ્લામાંથી પણ 2 મૃતદેહ મળ્યા હતા. મે 2023થી શરૂ થયેલી આ હિંસામાં અત્યાર સુધીમાં 70 લોકોના જીવ ગયા છે. શાંતિ સ્થાપવા લોકો રસ્તા પર ઉતર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મણિપુરમાં ફરી હિંસા : કુકી સમુદાયના પાંચનાં મોત, પરિસ્થિતિ સ્ફોટક બની

ઇમ્ફાલ : મણિપુરમાં ફરી હિંસાની ઘટનાઓ સામે આવવા લાગી છે, છેલ્લા ૨૪ કલાકમાં હિંસાની બે મોટી ઘટનાઓ સામે આવી હતી જેમાં કુકી સમુદાયના પાંચ લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય કેટલાક ઘવાયા છે. નોને જિલ્લામાં ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા હતા, નાગા સમુદાયના સંગઠન દ્વારા આ હુમલો કરાયો હોવાનો આરોપ કુકી સમુદાય દ્વારા લગાવાયો હતો.
મણિપુરમાં મે ૨૦૨૩થી હિંસાની શરૂઆત થઇ હતી, જેમાં અત્યાર સુધીમાં અનેક લોકો માર્યા ગયા છે.
અગાઉ કુકી અને મૈતેઇ સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી હતી હવે કુકી અને નાગા સમુદાય વચ્ચે હિંસક અથડામણો થવા લાગી છે. રાજધાની ઇમ્ફાલ સહિતના શહેરોમાં હાલ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને શાંતિ સ્થાપિત કરવા માટે સરકાર પર દબાણ કરી રહ્યા છે. એવા સમયે હિંસાની આ ઘટનાઓ સામે આવી છે.
નાગા અને કુકી સમુદાય વચ્ચે ફેબુ્રઆરીથી શરૂ થયેલી હિંસામાં કુલ મૃત્યુઆંક ૭૦એ પહોંચી ગયો છે.
શનિવારે અને રવિવારે વધુ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો, માર્યા ગયેલા તમામ કુકી સમુદાયના હોવાના દાવા થઇ રહ્યા છે.
કુકી સમુદાયે જણાવ્યું હતું કે જે ત્રણ લોકો માર્યા ગયા છે તેઓ ગ્રામ સ્વયંસેવક હતા. આ હત્યાકાંડ બાદ કુકી ઇનપી મણિપુર સંગઠને સરકારને દખલ દઇને આરોપીઓની સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. શનિવારે ત્રણની હત્યા થઇ હતી જ્યારે રવિવારે પણ બે મૃતદેહ મળી આવ્યા હતા, પોલીસના જણાવ્યા મુજબ કાંગપોકપી જિલ્લાના રહેવાસી આ બન્ને શખ્સો છેલ્લા કેટલાક દિવસથી ગુમ હતા. આ બન્ને યુવકો ગુમ થયા તે બાદ કાંગપોકપી સ્થિત સંગઠન કમિટીએ પ્રશાસનને છોડાવવા માટે ૪૮ કલાક સુધી પૂર્ણ બંધનું આહવાન કર્યું હતું.