Get The App

Video: હરિયાણામાં નૂહ હિંસાનો આરોપી બિટ્ટુ બજરંગી પોલીસના સકંજામાં, ફિલ્મી ઢબે કરાઈ ધરપકડ

પોલીસને જોઈ લૂંગીમાં જ દોડવા લાગ્યો હતો બિટ્ટુ બજરંગી , સીઆઈએની ટીમે દબોચ્યો

હવે પોલીસે તેના સાગરિતોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા

Updated: Aug 16th, 2023

GS TEAM


Google News
Google News
Video: હરિયાણામાં નૂહ હિંસાનો આરોપી બિટ્ટુ બજરંગી પોલીસના સકંજામાં, ફિલ્મી ઢબે કરાઈ ધરપકડ 1 - image

Twitter


હરિયાણાના નૂહમાં થયેલી હિંસાના આરોપી બિટ્ટુ બજરંગીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની ફરીદાબાદથી ધરપકડ કરી છે. આ ધરપકડ બિલકુલ સામાન્ય નહોતી. તેને પકડવા માટે પોલીસને ઘણી દોડધામ કરવી પડી હતી. ખરેખર તો બિટ્ટુ બજરંગીની ધરપકડનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે પોલીસે બિટ્ટુ બજરંગીની ખૂબ જ ફિલ્મી અંદાજમાં ધરપકડ કરી છે.

ધરપકડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા 

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે નૂહની સીઆઈએની ટીમ સાદા યુનિફોર્મમાં ત્રણ સશસ્ત્ર વાહનોના કાફલા સાથે ફરીદાબાદમાં બિટ્ટુના ઘરે ત્રાટકી હતી. ટીમને જોઈને બિટ્ટુ બજરંગી દોડવા લાગ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસકર્મીઓ એક પછી એક બિટ્ટુની પાછળ દોડી રહ્યા છે અને ભારે વજન ધરાવતો બિટ્ટુ પોલીસની ચુંગાલમાંથી ભાગતો જોવા મળી રહ્યો છે.

ફિલ્મી ઢબે ધરપકડ

આ સમગ્ર નાસભાગ જે શેરીમાં મચી હતી ત્યાં પોલીસના દરોડાથી અરાજકતા ફેલાઈ ગઈ હતી. સખત મહેનત બાદ આખરે બિટ્ટુ પોલીસની પકડમાં આવી ગયો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બિટ્ટુ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે અને તેને લઈ જવાઈ રહ્યો છે.

સરકારી કામમાં અવરોધ, હવે ધરપકડ

ઉલ્લેખનીય છે કે બિટ્ટુ બજરંગી અને અન્ય 15-20 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશન નૂહમાં ગેરકાયદેસર આર્મ્સ એક્ટ અને IPCની વિવિધ કલમો 148/149/332/353/186/395/397/506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, બિટ્ટુ બજરંગી અને અન્ય 15-20 લોકોએ નૂહમાં મહિલા પોલીસ અધિકારીની સામે તલવાર જેવા હથિયારો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે પણ તેને સમજાવ્યો હતો, પરંતુ ગુસ્સે થઈને તેણે સરકારી કામમાં અવરોધ ઉભો કર્યો હતો.

પોલીસ બિટ્ટુના સાગરિતોને શોધી રહી છે

બિટ્ટુ બજરંગીને ફરીદાબાદથી નૂહ પોલીસે પૂછપરછ માટે પકડ્યો હતો. પરંતુ પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હજુ તેના અન્ય સાગરિતોને શોધી રહી છે. પોલીસ પાસે ઉપલબ્ધ વીડિયો પરથી બિટ્ટુ બજરંગીના સાથીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં બિટ્ટુ બજરંગીની સાથે રહેલા અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવશે.

Tags :