Get The App

BIG NEWS: NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન બનશે ભારતના ઉપરાષ્ટ્રપતિ, મળ્યા 452 મત

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
BIG NEWS: NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન બનશે ભારતના ઉપરાષ્ટ્રપતિ, મળ્યા 452 મત 1 - image

Vice President Election 2025 : ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે(9 સપ્ટેમ્બર) ચૂંટણી યોજાઈ હતી. જેમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં હતા. જેમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને જીત હાંસલ કરી છે. આ ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતગણતરી દરમિયાન 752 મત માન્ય ગણાયા અને 16 મત અમાન્ય ગણાયા. સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા, જ્યારે INDI બ્લોકના ઉમેદવાર જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને 300 મત જ મળ્યા.

આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની હતી. 

સીપી રાધાકૃષ્ણન બનશે ભારતના ઉપરાષ્ટ્રપતિ


ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતગણતરી

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાઈ. આ પહેલા આજે(9 સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 768 સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભારતીય સંસદમાં લોકસભા અને રાજ્યસભા સહિત કુલ 788 સાંસદો છે. હાલમાં બંને ગૃહોમાં 7 બેઠકો ખાલી છે. આ રીતે કુલ 781 સાંસદોએ મતદાન કરવાનું હતું, જેમાંથી 13 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. જેમાં BRSના 4, BJDના 7, અકાલી દળના 1 અને 1 અપક્ષ સાંસદે મતદાન કર્યું ન હતું. NDAના 427 સાંસદોએ મતદાન કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કર્યું મતદાન

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 3 PM સુધી 96 ટકા મતદાન

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધી 96 ટકા સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ચૂંટણી પંચે સંસદ ભવનમાં મતદાન કેન્દ્ર બનાવ્યા છે, જ્યાં લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. નોંધનીય છે કે, મતદાન સવારે 10 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરિણામો સાંજે 7 વાગ્યા સુધીમાં જાહેર થવાની ધારણા છે.

સુદર્શન રેડ્ડી પાસે જીતવાની દરેક તક: મલ્લિકાર્જુન ખડગે

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'વિપક્ષી પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડીજી પાસે જીતવાની દરેક તક છે. અમે બધા તેમની જીત સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.'



કોંગ્રેસ નેતાઓએ મતદાન કર્યું

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ નેતા નીતિન ગડકરી એકબીજાના હાથ પકડીને મતદાન કરતા જોવા મળ્યા હતા.







અપક્ષ સાંસદો મતદાનનો બહિષ્કાર કર્યો

પંજાબના ફરીદકોટના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસા અને ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ પણ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે.



અખિલેશ યાદવે ભાજપ કર્યા પ્રહાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, 'આ મત અંતરાત્મા પર નાખવામાં આવે છે. આખો દેશ જાણે છે કે ભાજપ એક એવી પાર્ટી છે જે લોકોનો ઉપયોગ કરે છે. પહેલા તેમનો ઉપયોગ કરો, પછી તેમને બરબાદ કરો. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ આવું જ બન્યું છે. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.'



પીએમ મોદીએ પહેલો મતદાન કર્યું

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા મતદાન કર્યું હતું.  


ભારતીય રાષ્ટ્રવાદ માટે આ એક મોટી જીત હશે: સી.પી. રાધાકૃષ્ણન

એનડીએ ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ પર આવેલા શ્રી રામ મંદિરમાં પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મતદાન થવાનું છે. આ ભારતીય રાષ્ટ્રવાદ માટે એક મોટી જીત હશે. અમે બધાં એક છીએ અને એક રહીશું. અમે ભારતને વિકસિત ભારત બનાવવા માંગીએ છીએ.'





મતદાન 9 સપ્ટેમ્બર સવાર 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે 

મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ આપવામાં આવી. 

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે. સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ 781 સાંસદ છે. જે જોતાં જીત માટે 392 સાંસદોના મતની જરૂર છે. નંબરગેમમાં NDAની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. લોકસભામાં NDA પાસે 293 જ્યારે રાજ્યસભામાં 132 સાંસદો છે. જેથી NDA પાસે કુલ 425 સાંસદોનું સમર્થન છે.