ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી LIVE: PM મોદી, રાહુલ ગાંધી સહિત 80 ટકા સાંસદોએ કર્યું મતદાન
Vice President Election 2025 : ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે. NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી છે. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની ગઈ છે.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી લાઈવ અપડેટ્સ:
80 ટકા સાંસદોએ કર્યું મતદાન
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 80 ટકા સાંસદોએ મતદાન કર્યું છે. નોંધનીય છે કે, મતદાન સવારે 10 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરિણામો સાંજે 7 વાગ્યા સુધીમાં જાહેર થવાની ધારણા છે.
સુદર્શન રેડ્ડી પાસે જીતવાની દરેક તક: મલ્લિકાર્જુન ખડગે
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'વિપક્ષી પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડીજી પાસે જીતવાની દરેક તક છે. અમે બધા તેમની જીત સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.'
કોંગ્રેસ નેતાઓએ મતદાન કર્યું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ નેતા નીતિન ગડકરી એકબીજાના હાથ પકડીને મતદાન કરતા જોવા મળ્યા હતા.
અપક્ષ સાંસદો મતદાનનો બહિષ્કાર કર્યો
પંજાબના ફરીદકોટના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસા અને ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ પણ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે.
અખિલેશ યાદવે ભાજપ કર્યા પ્રહાર
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, 'આ મત અંતરાત્મા પર નાખવામાં આવે છે. આખો દેશ જાણે છે કે ભાજપ એક એવી પાર્ટી છે જે લોકોનો ઉપયોગ કરે છે. પહેલા તેમનો ઉપયોગ કરો, પછી તેમને બરબાદ કરો. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ આવું જ બન્યું છે. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.'
પીએમ મોદીએ પહેલો મતદાન કર્યું
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા મતદાન કર્યું હતું.
ભારતીય રાષ્ટ્રવાદ માટે આ એક મોટી જીત હશે: સી.પી. રાધાકૃષ્ણન
એનડીએ ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ પર આવેલા શ્રી રામ મંદિરમાં પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મતદાન થવાનું છે. આ ભારતીય રાષ્ટ્રવાદ માટે એક મોટી જીત હશે. અમે બધાં એક છીએ અને એક રહીશું. અમે ભારતને વિકસિત ભારત બનાવવા માંગીએ છીએ.'
મતદાન 9 સપ્ટેમ્બર સવાર 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે
મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ આપવામાં આવી.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે. સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ 781 સાંસદ છે. જે જોતાં જીત માટે 392 સાંસદોના મતની જરૂર છે. નંબરગેમમાં NDAની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. લોકસભામાં NDA પાસે 293 જ્યારે રાજ્યસભામાં 132 સાંસદો છે. જેથી NDA પાસે કુલ 425 સાંસદોનું સમર્થન છે.