Get The App

Vice President Election 2022: કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ?

Updated: Aug 6th, 2022

GS TEAM

Google News
Google News
Vice President Election 2022: કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? 1 - image


- ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAએ જગદીપ ધનખડ અને વિપક્ષે માર્ગરેટ આલ્વાને ઉમેદવાર બનાવ્યા છે

નવી દિલ્હી, તા. 06 ઓગષ્ટ 2022, શનિવાર

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. વેંકૈયા નાયડુ બાદ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે તે પણ આજે સ્પષ્ટ થઈ જશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે મતદાન સવારે 10:00 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે અને તે સાંજે 5:00 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ ચૂંટણી પરિણામ પણ આજે જ આવશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAએ જગદીપ ધનખડ અને વિપક્ષે માર્ગરેટ આલ્વાને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન જે સત્તાના કેન્દ્રમાં છે તેણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. આંકડાઓનું અંકગણિત જગદીપ ધનખડની તરફેણમાં જણાય છે. NDAના મતદારો ક્રોસ વોટિંગ ન કરે તો જગદીપ ધનખડને 395 વોટ મળતા નજર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં જગદીપ ધનખડને તેમના પ્રતિસ્પર્ધી માર્ગરેટ આલ્વા કરતા ઘણા આગળ માનવામાં આવી રહ્યા છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવા માટે લોકસભા અને રાજ્યસભાના પોતાના મત આપશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 788 વોટર છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જગદીપ ધનખડ અને માર્ગરેટ આલ્વામાંથી જેને પણ 394 મત મળશે તેની જીત થશે. 

Tags :