Get The App

ત્રણ બાળકો પેદા કરે દરેક હિન્દુ પરિવાર: વિશ્વ હિન્દુ પરિષદની માંગ, CM યોગી પણ હતા હાજર

Updated: Jan 26th, 2025

GS TEAM


Google News
Google News
ત્રણ બાળકો પેદા કરે દરેક હિન્દુ પરિવાર: વિશ્વ હિન્દુ પરિષદની માંગ, CM યોગી પણ હતા હાજર 1 - image

Mahakumbh 2025: વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુઓમાં ઘટતા જન્મદર પર ચિંતા વ્યક્ત કરી છે અને હિન્દુ પરિવારોને ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવાની માંગ કરી છે. મહાકુંભમાં આયોજિત વીએચપી કાર્યક્રમમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત વ્યવસ્થિત રીતે થઈ રહેલા અત્યાચાર અંગે ચર્ચા કરવાની પણ વાત કરવામાં આવી હતી.

'હિન્દુઓએ આ મુદ્દા પર વિચાર કરવો જોઈએ'

25મી જાન્યુઆરીના રોજ મહાકુંભ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થયા હતા. આ દરમિયાન, જગદગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી કાર્યક્રમમાં હાજર હતા. 

આ પણ વાંચો: સાળંગપુરમાં હનુમાનજી તિરંગાના રંગે રંગાયા, પ્રજાસત્તાક પર્વ પર દાદાને વિશેષ શણગાર

આ કાર્યક્રમને સંબોધતા વીએચપીના કેન્દ્રીય મહામંત્રી બજરંગ લાલ બાંગડાએ જણાવ્યું હતુ કે, 'હિન્દુઓના ઘટતા જન્મદરને કારણે દેશમાં હિન્દુ વસ્તીમાં અસંતુલન સર્જાયું છે. હિન્દુ સમાજના પૂજ્ય સંતોએ દરેક હિન્દુ પરિવારને ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવા હાકલ કરી છે. ભારતમાં પણ કેટલાક તત્ત્વો હિન્દુઓને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ઊભી કરવાની ધમકી આપી રહ્યા છે. હિન્દુઓએ આ મુદ્દા પર વિચાર કરવો જોઈએ. કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની નિરંકુશ અને અમર્યાદિત સત્તાઓને મર્યાદિત કરવા માટે કાયદા સુધારણા અધિનિયમ લાવી રહી છે.'

વિશ્વ હિન્દુ પરિષદના પ્રયાસો અજોડ: યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, 'આ મહાકુંભમાં ભારતની સનાતન પરંપરા દેખાય છે. જેના પર આખી દુનિયા નજર રાખી રહી છે. આ સંદેશ સમગ્ર દેશ માટે દિવ્ય હોવો જોઈએ, જેના માટે વિશ્વ હિન્દુ પરિષદના પ્રયાસો અજોડ છે, જે આ સંત સંમેલન દ્વારા પણ જોઈ શકાય છે. રામ જન્મભૂમિ પછી હવે મથુરા અને કાશીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.'

ઉલ્લેખનીય છે કે, 24મી જાન્યુઆરીએ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના એક કાર્યક્રમમાં હિન્દુ પરિવારોને ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવાનું કહેવામાં આવ્યું હતું, કારણ કે હિન્દુ સમાજના અસ્તિત્વનું રક્ષણ કરવું એ એક મહત્વપૂર્ણ જવાબદારી છે.

ત્રણ બાળકો પેદા કરે દરેક હિન્દુ પરિવાર: વિશ્વ હિન્દુ પરિષદની માંગ, CM યોગી પણ હતા હાજર 2 - image

Tags :