નવી દિલ્હી, તા. 8 ડિસેમ્બર 2019 રવિવાર
પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેનારા વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ એકવાર ફરી ભડકાઉ નિવેદન આપ્યુ છે. સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ કે નક્સલવાદ, આતંકવાદ, બળાત્કાર આ તમામ નેહરૂ ખાનદાનની દેન છે. વીએચપી નેતા સાધ્વીએ આ નિવેદન મેરઠમાં એક કાર્યક્રમ દરમિયાન આપ્યુ છે.
સાધ્વી પ્રાચીનું વિવાદિત નિવેદન
એક અંગત કાર્યક્રમમાં મેરઠ પહોંચેલા સાધ્વી પ્રાચીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. પ્રાચીએ કહ્યુ કે નક્સલવાદ, આતંકવાદ, બળાત્કાર આ તમામ નેહરૂ ખાનદાનની દેન છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
દેશમાં બળાત્કારની ઘટનાઓ પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ભારત રેપ કેપિટલ તરીકે વિકસિત થઈ રહ્યુ છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સાધ્વી પ્રાચીએ વિવાદિત નિવેદન આપ્યુ છે.


