Get The App

VIDEO: ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 શ્રદ્ધાળુનાં મોત, 2 ઈજાગ્રસ્ત

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO:  ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 શ્રદ્ધાળુનાં મોત, 2 ઈજાગ્રસ્ત 1 - image


Uttarkashi Helicopter Crash: ચારધામ યાત્રા વચ્ચે ગુરૂવારે ઉત્તરકાશી જિલ્લામાં હેલિકૉપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોતની માહિતી સામે આવી છે. આ 7 સીટર હેલિકૉપ્ટર ગંગોત્રી પાસે ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં તુરંત પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ, દુર્ઘટનામાં લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. 


આ પણ વાંચોઃ ભારતના એક્શન બાદ પાકિસ્તાનના ISI પ્રમુખે અજિત ડોભાલને કર્યો કોલ, જાણો શું વાતચીત થઇ?

હેલિકોપ્ટરમાં સવાલ લોકોની થઈ ઓળખ

મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટર પ્રાઇવેટ કંપની એરોટ્રાન્સનું હતું, જેમાં સાત લોકો સવાર હતાં. જેમાંથી બે ના મોત થઈ ગયા અને બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. હેલિકોપ્ટરમાં સવાર લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં પાયલટ અને છ યાત્રી સામેલ છે. પાયલટનું નામ કેપ્ટન રૉબિન સિંહ છે. છ યાત્રીઓમાં બે મહિલા હતી. તેનું નામ વીનિત ગુપ્તા, અરવિંદ અગ્રવાલ, વિપિન અગ્રવાલ, પિંકી અગ્રવાલ, રશ્મિ અને કિશોર જાધવ છે.

VIDEO:  ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 શ્રદ્ધાળુનાં મોત, 2 ઈજાગ્રસ્ત 2 - image 

આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર બાદ ભારતના 27 એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન બંધ, જુઓ કયા કયા

હવામાન વિભાગનું એલર્ટ

નોંધનીય છે કે, ઉત્તરકાશીમાં છેલ્લાં ઘણાં સમયથી વાતાવરણ ખરાબ છે. હવામાન વિભાગે આ માટે એલર્ટ પણ જાહેર કર્યું હતું. ચારધામ યાત્રાના રસ્તામાં અનેક જગ્યાએ ભારે વરસાદના સમાચાર પણ સામે આવ્યા હતાં. 


Tags :