Get The App

ઉત્તરકાશીમાં આભ ફાટ્યું, નિર્માણાધીન હોટેલ ધરાશાયી, 9 શ્રમિક ગુમ, નેશનલ હાઈવે ઠપ

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તરકાશીમાં આભ ફાટ્યું, નિર્માણાધીન હોટેલ ધરાશાયી, 9 શ્રમિક ગુમ, નેશનલ હાઈવે ઠપ 1 - image


Uttarkashi Cloud Burst News : ઉત્તરકાશી જિલ્લાના બડકોટ જિલ્લામાં સિલાઈ બેન્ડ ખાતે આભ ફાટતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણકારી મળતાં જ એસડીઆરએફ, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો દોડી આવી હતી. આ આફતની લપેટમાં એક નિર્માણાધીન હોટેલ આવી જતાં લગભગ 8-9 શ્રમિક ગુમ થયાની માહિતી મળી રહી છે જેમને શોધવા માટે શોધખોળ અભિયાન હાથ ધરાયું છે. 



નેશનલ હાઈવે પણ ઠપ 

આ ઉપરાંત યમુનોત્રી જતો નેશનલ હાઈવે પણ બે થી ત્રણ જગ્યાએ ઠપ થઇ ગયો છે.  આ માહિતી બડકોટ નેશનલ હાઇવેની ઓથોરિટીને જણાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત કુથનોરમાં પણ આભ ફાટતાં ભારે વરસાદ પડ્યો હતો અને સ્થાનિકોની ખેતીલાયક જમીનને મોટું નુકસાન થયું હતું. જોકે હજુ સુધી કોઈના મોત કે પશુહાનિની માહિતી સામે આવી નથી.

 

કલેક્ટરે આપી માહિતી 

ઉત્તરકાશીના કલેક્ટર પ્રશાંત આર્યએ કહ્યું કે જિલ્લાના બડકોટ-યમુનોત્રી હાઈવે પર આભ ફાટ્યું હતું. અહીં એક નિર્માણાધીન હોટેલને મોટું નુકસાન થયું છે. આ દરમિયાન હોટેલ સાઈટ પર કામ કરતાં 8-9 શ્રમિકોની કોઈ ભાળ મળી રહી નથી. પોલીસ અને એસડીઆરએફ તથા એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે કાર્યવાહી કરી રહી છે. 

 


Tags :